Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડ

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો.ડો. નાનુભાઈ પટેલની વરણીઃ ઠેર ઠેરથી આવકાર

દમણ જિલ્લા કોળી સમાજની સ્‍થાપનાથી માંડી અત્‍યાર સુધી પહેલી વખત પક્ષીય અને સામાજિક રાજકારણથી હટી એક શિક્ષણશાષાીને સોંપેલી સમાજની કમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05
દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો. ડો.નાનુભાઈ પટેલની વરણી કરી કોળી પટેલ સમાજે હવે પોતાની દિશા બદલી હોવાની પ્રતિતિ કરાવી છે. દમણ જિલ્લા કોળી સમાજની સ્‍થાપનાથી માંડી અત્‍યાર સુધી પહેલી વખત પક્ષીય અને સામાજિક રાજકારણથી હટી એક શિક્ષણશાષાીને સમાજની કમાન સોંપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા કોળી સમાજની વાડી સોમનાથભવન ખાતે મળેલી બેઠકમાં પ્રો. ડો. નાનુભાઈ પટેલની સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે એક વર્ષના કાર્યકાળ માટે વરણી કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. જેમાં કોળી પટેલ સમાજના આગેવાન શ્રી જયંતિભાઈ પટેલની મુખ્‍ય ભૂમિકા રહી હતી.
દમણ જિલ્લામાં બહુમતિ ધરાવતા કોળી પટેલ સમાજના પ્રો. ડો. નાનુભાઈ પટેલને કર્ણધાર બનાવાતા હવે શિક્ષણ, ધંધા-રોજગારના ક્ષેત્રે યુવાનોને નવી દિશા મળી શકવાની સાથે સમાજ એક તાંતણે બંધાઈને રહેશે એવી અપેક્ષા પણ વ્‍યક્‍ત થઈ રહી છે અને રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ દમણ જિલ્લા કોળી સમાજ પોતાનું એક નવું પ્રકરણ ઉમેરી શકશે એવી આશા-અપેક્ષા પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલાની ઘટનાનેપારડી કોંગ્રેસે વખોડી

vartmanpravah

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

Leave a Comment