Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

  • દેવ અનિલકુમાર અંડર-17ના સબ જુનિયર પાવરલિફટીંગ ચેમ્‍પિયનપણ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
મોરના ઈંડાને ચિતરવા નહીં પડે એ વાતની પ્રતિતિ દમણના શ્રી દેવ અનિલકુમારે કરાવી છે. પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલના પૌત્ર અને દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અનિલકુમાર દેવજીભાઈ ટંડેલના સુપુત્ર શ્રી દેવ અનિલકુમારે ધોરણ 12ના વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. શ્રી દેવ અનિલકુમાર અંડર-17ના સબ જુનિયર પાવરલિફટીંગ ચેમ્‍પિયન પણ છે. તેથી કહી શકાય છે કે, બહુમુખી પ્રતિમાના ધણી શ્રી દેવ અનિલકુમાર પોતાના દાદા અને પિતાના પગલે તેજસ્‍વી કારકિર્દી સાથે આગળ વધી રહ્યા છે.

Related posts

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લામાં 6 વર્ષમાં રૂ. 460 કરોડના ખર્ચે આદિવાસી સમાજની કાયાપલટ થઈ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુરમાં વર્ષો પહેલા હોળી વખતે રમાતી લુપ્ત થઈ ગયેલી પારંપરિક રમત આટયા પાટયા(હીર પાટા) આ વર્ષે હોળીનાં તહેવારમાં ફરી એક વાર રમાઈ

vartmanpravah

vartmanpravah

Leave a Comment