October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

જિલ્લામાં વલસાડ હાલર રોડ કેન્‍દ્રનું સૌથી વધુ 83.18% અને ગલોંડા કેન્‍દ્રનું સૌથી ઓછું 36.90% પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.06
ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી ધોરણ-10નું કુલ 65.18% પરિણામ જાહેર કરાયું હતું. વલસાડ જિલ્લામાં ઘોરણ 10ની કુલ 21,218 વિદ્યાર્થીઓ પૈકી કુલ 20714 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 13,489 વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું 65.12% પરિણામ જાહેર થયું છે. જ્‍યારે 7,225 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.
જિલ્લામાં જેમાં ખ્‍1 ગ્રેડમાં 118 વિદ્યાર્થીઓ, ખ્‍2 ગ્રેડમાં 956 વિદ્યાર્થીઓ, A1 ગ્રેડમાં 2,199 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 3,566 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 4,058 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં 2,433 વિદ્યાર્થીઓ, C ગ્રેડમાં159 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.
વલસાડ જિલ્લાના કુલ 31 કેન્‍દ્રો ઉપર ધોરણ 10ની પરીક્ષા લેવાઈ હતી, જેમાં વલસાડ હાલર રોડ કેન્‍દ્રનું સૌથી વધુ 83.18% પરિણામ આવ્‍યું હતૂ઼, જ્‍યારે ગલોંડા કેન્‍દ્રનું સૌથી ઓછુ 36.90% પરિણામ આવ્‍યું હતું. આ વર્ષે જિલ્લાનું પરિણામ વર્ષ 2020ના પરિણામ કરતા 6.6% વધુ આવ્‍યું છે. જિલ્લાની 6(છ) શાળાઓનું 100% જ્‍યારે 5(પાંચ) શાળાઓનું 0% પરિણામ આવ્‍યું હતું.
આ પ્રસંગે સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સહિત જિલ્લા વહિવટી તંત્રે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

કપરાડા કુંભઘાડ ઉપર બ્રેક ફેલ થતાકન્‍ટેનર અને પિયાગો વચ્‍ચે ગંભીર અકસ્‍માત

vartmanpravah

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

ભર બપોરે ઉકળાટના માહોલ વચ્‍ચે વાદળોમાં છવાયો અંધારપટ્ટઃ કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

Leave a Comment