January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

ચણોદમાં યુવક ઉપર છરા વડે હુમલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.15:
વાપી નજીકના ચણોદમાં નજીવી બાબતે એક ઈસમે યુવક ઉપર છરા વડે હુમલો કર્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ મહારાષ્‍ટ્રના વતની અને હાલ વાપી નજીકના ચણોદ ગામ, છત્રપતિ શિવાજી નગર, દિનેશ ચાલીમાંગજાનંદ કિશન કાકર (ઉં.આ.31) પરિવાર સાથે રહે છે. ગત તારીખ 12-12-21 ના રોજ બિહારીનગર, ચણોદ બજારમાં ઘરવખરીનું સામાન ખરીદી કરવા માટે ગયા હતા ત્‍યારે સાંજે આશરે ચારેક વાગ્‍યાની આસપાસ રોહિત વજીરસિંગ પટેલ (રહે. બિહારીનગર, ગોપાલ ચાલ, ચણોદ, તા.વાપી) એ તેમની સાથે ઝઘડો કર્યો હતો જેથી તેઓ ઘરે પરત ફરી ગયા હતાં. જે બાદ રાત્રીના આંઠેક વાગ્‍યે ચણોદ શિવશકિત બિલ્‍ડીંગની આગળ બિહારી નગર જતા માર્ગ પર ગજાનંદ મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો ત્‍યારે રોહિત પટેલ ત્‍યાં આવી ફરીથી ઝઘડો કર્યો હતો અને હાથમાં રહેલ લોખંડના છરા વડે મોંઢાના ભાગે મારી ઈજાગ્રસ્‍ત કર્યો હતો. ઈજાગ્રસ્‍તને સારવાર માટે વાપીની હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જે બાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં રોહિત પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, વાપી નજીકના સલવાવ ગામ પાસે પણ કંપનીમાં કરતા સહકામદારે કોઈક બાબતે યુવક ઉપર ચપ્‍પુ વડે હુમલો કર્યો હતો જે બનાવની પણ ફરિયાદ વાપીડુંગરા પોલીસ મથકે નોંધાવા પામી હતી.

Related posts

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કપરાડા કુંભઘાટ નજીક લોખંડના સળીયા ભરેલ ટ્રક પલટી મારી : ડ્રાઈવર-ક્‍લિનરને સ્‍થાનિકોએ રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે “ENTREPRENEUR AWARENESS” પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

મજીગામમાં વહેલી સવારે વંકાલના યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિપજેલું મોત

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment