Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

કેન્‍દ્રમાં બહુમતિ સાથેની ભાજપ સરકાર અને પ્રદેશનો સીધો વહીવટ કેન્‍દ્ર સરકાર હસ્‍તક રહેતો હોવાથી સાઉદવાડી ગ્રામ પંચાયતે ડબ્‍બલ એન્‍જિનની સરકાર ઉપર મહોર મારી ગામના વિકાસ માટે લીધેલો સાર્થક નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
પ્રદેશના વિકાસ માટે ડબ્‍બલ એન્‍જિનવાળી સરકાર હોવી જરૂરી હોવાથી દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્‍યો સહિત બહુમતિ ગામલોકોએ ભાજપની કંઠી બાંધી પોતાના ગામના વિકાસને પ્રાધાન્‍ય આપ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી શંકરભાઈ ભગવાનભાઈ બારિયા તથા સભ્‍યો અને ગામલોકોએ સાગમટે ભાજપનો ભગવો ધારણ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર મહોર મારી છે. આજે ભાજપના રાષ્‍ટ્રીય સચિવ અને સંઘપ્રદેશના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, ભાજપના ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં સરપંચ, સભ્‍યો અને બહુમતિ ગામલોકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્રમાં બહુમતિસાથેની ભાજપ સરકાર છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી કેન્‍દ્ર સરકારનો સીધો હસ્‍તક્ષેપ રહે છે. દમણ-દીવમાં સાંસદ પણ ભાજપના છે. તેમજ દીવ જિલ્લા પંચાયતમાં શાસન પણ ભાજપનું હોવાથી ગ્રામ પંચાયતના વિકાસ માટે આ તમામ એન્‍જિનો શક્‍તિ પુરી પાડવા સમર્થ છે. તેથી સાઉદવાડી ગ્રામ પંચાયતે લીધેલો નિર્ણય ખુબ જ સાર્થક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ‘‘નશા મુક્‍ત ભારત અભિયાન” હેઠળ એન.સી.સી. કેડેટ્‍સ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

મોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્‍ની તણાયા : પતિનું મોત-પત્‍નીને બચાવાઈ

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

સેલવાસના એવરેસ્‍ટ ગાર્ડન બંગલાના પ્‍લોટ પરથી પાઇપની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દેહરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની ગંભીર બેદરકારી સામે પંચાયતના હોદ્દેદારોની રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

Leave a Comment