June 30, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતવલસાડવાપી

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15
કપરાડાના અંભેટી ગામે નવીનભાઈ ફુલજીભાઈ પટેલ પત્‍ની સુમિત્રાબેન જેમની છોકરી લગ્ન હોઈ લગ્નની જાન પહેલા સાંતકની વિધિચાલી રહી હતી. જ્‍યાં લગ્નના ગીતો ગુંજી રહ્યા હતા. મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત હતા.
જમીનની અદાવતમાં ઘરની બાજુમાં રહેતા કાકો પરાગભાઈ મંછુભાઈ પટેલ કાળમુખો બની ભત્રીજા પર હિસંક હુમલો કર્યો હતો. પહેલા મરચાંની ભૂકી નાખી કરાડી વડે માથાંમાં ઉપરાસપરી ઘા ઝીંક્‍યા હતા. ઘાયલ નવીનભાઈને પારડીની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો. કાકો હુમલામાં પોતે ભાગી નજીક આવેલા આંબાના ઝાડ ફાંસો ખાઈ લીધો હતો.
લગ્નની ખુશીના માહોલમાં બે પરિવાર વચ્‍ચે શોકનો માહોલ સર્જાયો હતો. ગામમાંથી આજે જાન આવવાની હતી. લગ્ન પહેલા પરિવાર અને સંબંધીઓ તેમના લગ્નની તૈયારીઓમાં વ્‍યસ્‍ત હતા. એકનું મોત બાદ બંને પરિવાર માટે અને ખરેખર આ ઘટનાં ખૂબ જ કરુણદાયી છે. નાનાપોંઢા પોલીસ ઘટના સ્‍થળે મૃતકને પી.એમ. માટે સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ દાનહના તિઘરા અને કૌંચા ગામ ખાતેથી શરૂ કર્યો સેલ્‍ફી વિથ લાભાર્થી મહિલા કાર્યક્રમ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

નારગોલ ગામે આયોજીત સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારનો ફાટેલો રાફડો

vartmanpravah

દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડના મરલા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment