Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાનહ અને દમણમાં ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
દાદરા નગર હવેલી અને દમણ પ્રશાસન દ્વારા ડીસ્‍ટ્રીકટ ડિઝાસ્‍ટર કંટ્રોલ રૂમ 1 જૂનથી આપદા પ્રબંધન પ્રાધિકરણ કલેક્‍ટર ઓફિસ સેલવાસ ખાતે ચાલુ કરવામાં આવ્‍યો છે અને આ 15 ઓક્‍ટોબર, 2022 સુધી ચોવીસ કલાક ચાલુ રહેશે. તથા દમણ ડીસ્‍ટ્રીક્‍ટ ડિઝાસ્‍ટર કંટ્રોલ આ નિયંત્રણ કક્ષ મોન્‍સૂન દરમ્‍યાન ભારે વરસાદને કારણે ઉભી થતી કોઈપણ આપાત સ્‍થિતિ અને અપ્રત્‍યાશિત સ્‍થિતિને પહોંચી વળવા માટેવિવિધ વિભાગો સાથે સમન્‍વય કરશે.
દાનહમાં નોંધવામાં આવતો વરસાદ, મધુબન ડેમ અને અથાલ પુલના જળસ્‍તર અને નિર્વહન અંગે જાણકારી મેળવવા માટે અથવા આપાત સ્‍થિતિ/સંકટ સમયે કોઈપણ સહાયતા માટે નાગરિક હેલ્‍પલાઇન નંબર 1077, 0260 – 2412500 / 2630304, ફેક્‍સ નંબર 0260 – 264113 પર સંપર્ક કરી શકે છે. એની સાથે દાનહના નાગરિક માટે વોટ્‍સએપ નંબર 08780001077 પણ સક્રિય કરવામા આવ્‍યો છે જ્‍યાં લોકો કોઈપણ આપાત સ્‍થિતિમાં સંવાદ અને સંપર્ક કરી શકશે.આપદા પ્રબંધન પ્રાધિકરણ, દાનહના અધિકારીક ટવીટર હેન્‍ડલ ક્‍ઝફણ્‍ંઝપ્‍ખ્‍ પર પણ મોન્‍સૂન સબંધિત જાણકારી ઉપલબ્‍ધ કરવામાં આવશે.
દમણમાં ડીસ્‍ટ્રીક્‍ટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર (ડીઈઓસી)/ ફલડ કંટ્રોલ રૂમ (એફસીઆર) તા.10 જૂન, 2022થી કલેક્‍ટરાલય મોટી દમણ ખાતે કાર્યરત રહેશે. સરકારી એજન્‍સીઓ દ્વારા દમણના તમામ નાગરિકોને જણાવવાનું કે, ‘સતર્ક રહો, સલામત રહો અને ચેતવણીની સૂચનાને અનુસરો રહો’ની ફોર્મ્‍યુલને અનુસરો. દમણ જિલ્લાના તમામ નાગરિકોને આપાતકાલિન સમયે કંટ્રોલ રૂમ નં.1077 (0260-2231377) સંપર્ક કરવા જિલ્લા પ્રશાસન દ્વારા જણાવાયું છે.

Related posts

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

દમણવાડા પંચાયતની લાઈબ્રેરીને ‘દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન’ દ્વારા પોતાની લાઈબ્રેરીના પુસ્‍તકો ભેટ અપાયા

vartmanpravah

દાનહ રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્‍તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્‍ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્‍ટોલ

vartmanpravah

માંડાની રીષિકા પેકેજીંગ કંપનીમાં ભિષણ આગ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

સેલવાસ સિવિલમાં સારવાર દરમ્‍યાન યુવાનનું મોત

vartmanpravah

Leave a Comment