October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.13
મોટી દમણની ભામટી અને દમણવાડા પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સંયુક્‍ત રીતે પ્રવેશોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા પહેલા ધોરણમાં પ્રવેશ લીધેલ બાળકોની ટ્રેક્‍ટર મારફત રેલી કાઢવામાં આવી હતી અને ઠેર ઠેર આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ પેદા કરાયું હતું.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી સુરેશ ચંદ્ર મીણા, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી તેમજ શાળા પ્રબંધન સમિતિના શ્રી વાસુભાઈ પટેલ, શ્રીમતી કલ્‍પનાબેન પટેલ તથા શ્રીમતી આરતીબેન બારી ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી સુરેશ ચંદ્ર મીણાએ બાળકોનો ઉત્‍સાહ વધારતા જણાવ્‍યું હતું કે, આ પ્રકારના પ્રવેશોત્‍સવથી બાળકના મનમાંથી વર્ગખંડનો ડર બહાર નીકળી જાય છે. તેમણે બાળકોના આરોગ્‍ય ઉપર પણ ધ્‍યાન રાખવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
સંયુક્‍ત સચિવ શ્રી સુરેશ ચંદ્ર મીણા તથા ઉપસ્‍થિત મહાનુભાવોએ બાળકોની સાથે પંગતમાં બેસી તિથિ ભોજન પણ લીધું હતું અને બાળકો સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું.
પ્રારંભમાં દમણવાડા અંગ્રેજી માધ્‍યમ શાળાના ઈન્‍ચાર્જ આચાર્યા શ્રીમતી પિનલબેન પટેલેસ્‍વાગત વક્‍તવ્‍ય આપ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન દમણવાડા શાળાના શ્રીમતી ચૈતાલીબેન પટેલ અને ભામટી શાળાના શ્રીમતી મનિષાબેન ટંડેલે સંયુક્‍ત રીતે ખુબ જ કુશળતાથી કર્યું હતું. આભારવિધિ ભામટી શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પ્રેમિલાબેન ટંડેલે આટોપી હતી.

Related posts

સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના રાષ્‍ટ્રપતિ નરોલી ગામમાં પોતાના પગલાં પાડશે

vartmanpravah

ચીખલીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રૂ. 3.62 કરોડનાં ખર્ચે અંડરગ્રાઉન્‍ડ એચ.ટી. લાઈનની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

દમણમાં આયોજીત ગ્રિષ્‍મકાલીન(ઉનાળુ) રમત-ગમત પ્રશિક્ષણ શિબિરનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

Leave a Comment