Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

આગામી ત્રણ દિવસમાં ૫૬ વિસ્તારકો તાલુકાના ૨૮ શક્તિ કેન્દ્રોના ૨૨૨ જેટલા બૂથોનો પ્રવાસ કરશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.૧૪
પ્રદેશ ભાજપની સૂચના મુજબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહ, મહામંત્રી ડો. અશ્વિનભાઈ પટેલ, શ્રી જીગ્નેશેભાઈ નાયક સહિતની ટીમ દ્વારા ચીખલી તાલુકામાં નવસારી જલાલપુરના ૫૬ જેટલા વિસ્તારકોની નિમણૂક કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ તાલુકાના ૨૨૨ જેટલા બૂથોના પ્રવાસનો પ્રારંભ તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ મહામંત્રી શ્રી સમીરભાઈ દિનેશભાઈ મહાકાળ તથા વિસ્તાર યોજના સંયોજક શ્રી દીપકભાઈ સમરોલી અને સહ સંયોજક ધર્મેશભાઈ સહિતની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભાજપના વિસ્તારકો તમામ બૂથોનો પ્રવાસ કરી બૂથ સમિતિના પ્રમુખો, સભ્યો, આગેવાન કાર્યકરો સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓની મુલાકાત લઈ તેઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત શક્તિ કેન્દ્રના પ્રમુખ અને બૂથ સમિતિના પ્રમુખના ઘરે સ્ટીકર પણ વિસ્તારકો દ્વારા લગાવવામાં આવશે. વધુમાં બૂથમાં કાર્યકરા,ે આગેવાનો, મતદારો, યોજના લાભાર્થીઓના પ્રતિભાવોનું ફીડબેક સરલ ઍપ્લિકેશન અથવા ઓફલાઈન દ્વારા આપવામાં આવશે. જેનું મોનિટરિંગ પ્રદેશ ભાજપ કાર્યાલય દ્વારા કરવામાં આવશે. આમ ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા માઈક્રો મેનેજમેન્ટના ભાગરૂપે વિસ્તારો મારફત પક્ષના પ્રચાર-પ્રસાર સાથે જમીન પરની હકીકતનો કયાસ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો છે.
ચીખલી તાલુકામાંથી પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ડો. અમીતાબેન, બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દીપાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાવિત, ઍપીઍમસી ચેરમેન શ્રી કિશોરભાઈ સહિતનાઓ પણ વિસ્તારક તરીકે જાડાયા છે. ઘેજ ગામે પણ શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રી વિનોદભાઈ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ડી.બી.પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ સહિતની ઉપસ્થિતિમાં વિસ્તારકોનો પ્રવાસ શરૂ કરાયો હતો.

Related posts

પારડીમાં પોલીસ અને ચોરો વચ્‍ચે સંકલન હોવાની લોકોમાં કાનાફુસી: ચોરોને ઝભ્‍ભે કરવામાં પોલીસ નિરંતર સદંતર નિસફળ : પારડીમાં ધોળે દિવસે પણ ચોરો સક્રિય

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

Leave a Comment