January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાજનીતિથી પણ ખુબ જ નજીકથી પરિચિત હોવાથી પ્રદેશ પ્રમુખ સાથેની તેમની નિકટતાનો લાભ પ્રદેશને મળી શકે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્‍ઠ નેતા શ્રી પ્રફુલભાઈ પટેલ રાજ્‍યસભાના સાંસદ તરીકે વિજેતા બનતા દાદરા નગર હવેલી અને દમણ-દીવ રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી ધવલભાઈ દેસાઈએ તેમની મુંબઈ ખાતે તેમના નિવાસ સ્‍થાને મુલાકાત કરી શુભકામના પાઠવી હતી.
એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાજનીતિથી પણ ખુબ જ નજીકથી પરિચિત છે અને પ્રદેશ એન.સી.પી. પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ સાથેની તેમની નિકટતાનો લાભ આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને પણ મળશે એવો વિશ્વાસ દૃઢ બન્‍યો છે.

Related posts

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

vartmanpravah

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

શ્રી માહ્યાવંશી મિત્ર મંડળ મીરા રોડ દ્વારા રાસ ગરબા મહોત્સવ યોજાયો

vartmanpravah

Leave a Comment