October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીના રખોલી ગામે રહેતી યુવતીએ પિતા સાથે કોઈક કારણસર ઝઘડો થતાં પોતાના ઘરમાં જ ગળેફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રખોલીની રહેવાસી સુશીલા રામજી તળિયા (ઉ.વ.20)નો એના પિતા સાથે શનિવારના રોજ કોઈક કારણસર ઝઘડો થયો હતો, જેને કારણે ખોટું લાગી આવતા શનિવારના રોજ સવારે પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. પરિવારના સભ્‍યોએ જ્‍યારે સુશીલાને ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઈ તો તાત્‍કાલિક એને નીચે ઉતારવામાં આવી હતી, પરંતુ એ બચી શકી નહીં હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પહોંચી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની રખોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

શ્રી એકલવ્‍ય મોડેલ રેસિડેન્‍ટલ સ્‍કૂલ કિલ્લા પારડી ખાતે વિશ્વ સિકલ સેલ રોગ જાગૃતિ દિવસ અંતર્ગત સિકલ સેલ એનિમિયા જાગૃતિ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજનું સંગઠન સંમેલન યોજાયું

vartmanpravah

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

રાજ્‍યના શિક્ષણ વિભાગની જ્ઞાન સેતુ, જ્ઞાન શક્‍તિ સહિતની શાળાઓમાં ધો.6માં પ્રવેશ માટે પરીક્ષા યોજાઈ

vartmanpravah

Leave a Comment