September 7, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલીઃ દિલ્‍હીથી 2012 બેચના આઈ.એ.એસ. અધિકારી એ. ગોપી ક્રિષ્‍ણાનું સંઘપ્રદેશ આગમન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘ અને સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રીમતી એ.મુથમ્‍માની બદલીના આદેશો ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્‍યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર 1995 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને પ્રશાસશ્રીના સલાહકાર તરીકે 2002 બેચના શ્રી વિકાસ આનંદની બદલી કરાઈ છે.
2009બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને 2012 બેચના શ્રી એ. ગોપી ક્રિષ્‍ણાને મુકાયા છે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે નિયુક્‍ત કરાયેલા 2002 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી વિકાસ આનંદ ભૂતકાળમાં દીવ અને દમણના કલેક્‍ટર તરીકેની ફરજ બજાવી ચુક્‍યા છે.

Related posts

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં સામાન્‍ય વરસાદથી જ રસ્‍તાઓની હલત બદતર

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

વલસાડમાં અજીબો ગરીબ કિસ્‍સો બન્‍યો : ભિક્ષુક પાસેથી રોકડા રૂપિયા 1,14,480 મળી આવ્‍યા

vartmanpravah

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment