Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) અમદાવાદ,તા.૨૨

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા, અમદાવાદ ઝોનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સંદર્ભમાં, યોગ દિવસની પૂર્વ સંધ્‍યાએ, સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિાયા, ઝોનલઓફિસ દ્વારા અમદાવાદ ઝોનમાં કાર્યરત તમામ સ્‍ટાફ મેમ્‍બરો માટે યોગ પર આધારિત ઓનલાઈન ક્‍વિઝ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં પ્રદેશના 150 થી વધુ સ્‍ટાફ સભ્‍યોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. ઝોનલ ઓફિસમાં શ્રી પ્રવીણ ઠાકુરે પ્રથમ, શ્રી ગુંજન ગટ્ટાનીએ દ્વિતીય અને શ્રી અભિષેક જગવાણીએ તૃતીય સ્‍થાન મેળવ્‍યું હતું. આ તમામ વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ પ્રદેશ માટે નિહાર આરોગ્‍ય મંદિરના સ્‍થાપક અને ડાયરેક્‍ટર ડૉ. મુકેશ પટેલ દ્વારા ઓનલાઈન લેક્‍ચરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઓનલાઈન લેક્‍ચર પ્રોગ્રામમાં અમદાવાદ ઝોનના ડેપ્‍યુટી સર્કલ હેડ ડો. ભાસ્‍કર જી., ગાંધીનગર પ્રદેશના પ્રાદેશિક વડા શ્રી આશિષ શ્રીવાસ્‍તવ, ઝોનલ કચેરીના આસિસ્‍ટન્‍ટ જનરલ મેનેજર શ્રી હિતેશ રાવલ, શ્રી એ.એસ.નાયક સહિત ઝોનલ કચેરીના તમામ સ્‍ટાફ સભ્‍યોએ હાજરી આપી હતી. મુખ્‍ય વક્‍તા ડૉ. મુકેશ પટેલે યોગ પરના તેમના પ્રવચનોના વિશેષ અમલીકરણ પર ભાર મુકતા જણાવ્‍યું હતું કે, માત્ર યોગ વિશે સાંભળવાથી કંઈ થશે નહીં, પરંતુ તેને જીવનશૈલીમાં લાગુ કરવું પડશે. ડો.મુકેશ પટેલ દ્વારા આહાર પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્‍યો હતો. ડો. મુકેશ પટેલે તેમના નિવેદનમાં આરોગ્‍યને લગતીઘણી ટિપ્‍સ આપી હતી અને તેને તેમની દિનચર્યામાં સામેલ કરવા જણાવ્‍યું હતું. લગભગ એક કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં તમામ સ્‍ટાફ સભ્‍યોએ ગંભીરતાથી ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ઝોનલ ઓફિસમાં તૈનાત ચીફ મેનેજર સુશ્રી બત્રાએ ડો. મુકેશ પટેલનો આભાર માન્‍યો હતો અને તેમને ખાતરી આપી હતી કે તેમણે આપેલી આરોગ્‍ય સંબંધિત ટીપ્‍સને આપણા જીવનમાં અમલમાં મૂકવા માટે આપણે બધા જ શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. આ ઉપરાંત અમદાવાદ ઝોન હેઠળના રાજકોટ, સુરત અને જામનગર વિસ્‍તારમાં પ્રદેશ પ્રમુખ શ્રી પાર્થ સારથી નાયડુ, શ્રી નરેશ ઠાકુર અને શ્રી ઉલ્‍હાસ શિવદેવના નેતૃત્‍વમાં યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તમામ કાર્યક્રમોમાં તમામ પ્રાદેશિક કચેરીઓના કર્મચારીઓએ યોગાસન કર્યા હતા.

Related posts

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah

ધરમપુર ખાતે ડ્રાઈવરો મોટી સંખ્‍યામાં ભેગા થઈ કાળો કાયદાનો વિરોધ કરી રાષ્‍ટ્રપતિને રજૂઆત કરાઈ

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

vartmanpravah

વાપીના શિવાલિક હાઈટ્‍સમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાની આરાધના પર્વની ઉજવણી કરાય છે

vartmanpravah

Leave a Comment