September 5, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

રાત્રિનું દ્રશ્ય

દમણ જિલ્લાના દરેક મુખ્‍ય માર્ગો ઉપર ડેકોરેટિવ પોલ અને લાઈટ લાગ્‍યા બાદ વિદેશના વિકસિત શહેરના રાત્રિના સૌંદર્યને ટક્કર મારશે દમણ

તસવીર અહેવાલઃ રાહુલ ધોડી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
છેલ્લા છ વર્ષથી દમણની શકલ અને સૂરત બદલાઈ રહી છે. કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી સ્‍ટ્રીટ લાઈટના પોલ અને તેના ઉપર લાગેલી લાઈટ ફક્‍ત આકર્ષક જ નથી લાગતી પરંતુ કોઈ મોટા વિદેશના શહેરમાં ફરી રહ્યા હોય એવું લાગે છે. આ પ્રકારની લાઈટ અને પોલ સમગ્ર દમણ જિલ્લાના મુખ્‍ય માર્ગ ઉપર લાગવાના છે.
હાલમાં કચીગામ ખાતે લગાવવામાં આવેલ લાઈટની વિશેષતા એ જોવા મળે છે કે તેનાથી રેલાતા પ્રકાશથી આંખ ખેંચાતી નથી અને રસ્‍તા ઉપર પડેલ નાની વસ્‍તુ પણ સરળતાથી જોઈ શકાય છે. આ પ્રકારની લાઈટ અને પોલ દમણ જિલ્લાના પ્રત્‍યેક મુખ્‍ય માર્ગો ઉપર લાગી ગયા બાદ સંપૂર્ણ દમણની એક નવી રોનક પણ ઉભી થશે, અને વિદેશના વિકસિત શહેરનો અનુભવ પણ અન્‍ય પ્રવાસીઓ તથા સ્‍થાનિકોને થશે એમાં કોઈ સંદેહ નથી.

Related posts

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

લુહારી ફાટક નજીક રીક્ષા પલ્‍ટી મારતા રિક્ષાચાલક ઘાયલ

vartmanpravah

દાનહમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉભો રાખશેઃ દાનહ કોંગ્રેસ કમીટિના કાર્યવાહક પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

Leave a Comment