Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28
અગામી તા.2જી જુલાઈ, 2022ના રોજ શનિવારે વાપી નગરપાલિકા વિસ્‍તારનો ‘‘સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્‍યું છે.
નગરપાલિકાની અખબારી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા રાજય્‍ના વહીવટમાં પારદર્શીતા વધે તેમજ પ્રજાની વ્‍યક્‍તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપવધે તે માટે ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગે એક પરીપત્ર બહાર પાડી ‘‘સેવા સેતુ કાર્યક્રમ” ઉજવણી કરવાનું નક્કી કરેલ હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમમાં તેજ દિવસે અરજદારો દ્વારા રજુ કરાતી અરજીઓ અંગે સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ સેવાઓ તે જ દિવસે પુરી પાડવા હેતુસર ‘‘સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન તા.2જુલાઈ, 2022ના શનિવારના રોજ સવારે 10:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી વોર્ડ નં. 1, 2, 8 અને વોર્ડ નં.9નો સેવાસેતુ ચલા ઝોન કચેરી, ચલા દમણરોડ, ચલા-વાપી ખાતે આયોજન કરવામાં આવેલ છે. જે બાબતે નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ તમામ જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે વ્‍યક્‍તિલક્ષી વિવિધ સેવાઓ જેવી કે આધારકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સિનિયર સિટીઝનનો દાખલો, વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના, રાશનકાર્ડની સેવાઓ, જન્‍મ મરણની સેવાઓ, ડોમીસાઈલ સેવાઓ, આકારણી પત્રકની સેવાઓ વગેરે બાબતે સેવા સેતુ કાર્યક્રમમાં તે જ દિવસે અરજી રજૂ કરી શકાશે. જે નિકાલ કરવાપાત્ર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવશે. જે માટે જે તે સરકારી વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ અરજીઓના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.

Related posts

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

vartmanpravah

દાનહ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે હાથ ધરેલી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીઃ ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયું

vartmanpravah

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment