December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરેલી પસંદગીને આવકારવા ગ્રામસભાનું આયોજન

ગ્રામસભામાં રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની વરણી કરવા બદલ એનડીએ અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો રજૂ કરાનારો આભાર પ્રસ્‍તાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
દમણ જિલ્લાની દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આવતી કાલે દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્‍ટ્રપતિ તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરેલી વરણીને આવકારવા અને યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રમાં તમામ આદિવાસી સમુદાયમાં પેદા કરેલા સ્‍વાભિમાનના જયઘોષ માટે વિશેષ ગ્રામસભા બોલાવવામાં આવી છે. આવતી કાલે સવારે 11:30 કલાકે યોજાનારી ગ્રામસભામાં દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના નાગરિકો ઉપસ્‍થિત રહી રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શ્રીમતીદ્રૌપદી મુર્મુની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને એનડીએની તરફેણમાં આભાર પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવશે.

Related posts

કપરાડાની ક્‍વોરીમાં ઉપરથી પથ્‍થર પડતા યુવકનું કરુણ મોત

vartmanpravah

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

જિલ્લાની આશ્રમશાળાના શિક્ષકો અને સેવાભાવી સંસ્‍થાઓના 120 કાર્યકરોએ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ મેળવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઐતિહાસિક બનેલી ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે સસરાએ જમાઈને કુહાડીથી મારતા હાસ્‍પિટલ ખસેડાયો

vartmanpravah

Leave a Comment