(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : ભારતીય જનતા પાર્ટી અનુ.જાતિ મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલે પોતાની દમણ મુલાકાત દરમિયાન દમણવાડા ગ્રામ પંચાયત, દમણવાડા નંદઘર અને દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી.
ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી સુરજ કેરો અને પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલ નંદઘરની સ્વચ્છતાથી ખુબ જ પ્રભાવિત થયા હતા, અને બાળકો માટેની વિવિધ વ્યવસ્થા નિહાળી તેની પ્રશંસા પણ કરી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી અને ડીજીટલ માધ્યમથી અભ્યાસ કરી રહેલ એક બાળકી સાથે વાતચીત પણ કરી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં સુંદર લાઈબ્રેરી અને ઈ-લાઈબ્રેરીની સુવિધા પુરી પાડવા બદલ સંઘપ્રદેશ પ્રશાસન અને ગ્રામ પંચાયતની સરાહના પણ કરી હતી.