January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણદીવદેશ

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

જુદી જુદી વિકલાંગતા ધરાવતા 81 જેટલા બાળકોના આરોગ્‍યની કરાયેલી ચકાસણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ અને શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શમાં શિક્ષા વિભાગ, સમગ્ર શિક્ષા, દમણ અંતર્ગત આજે દમણ જિલ્લાની સરકારી પ્રાથમિક, ઉચ્‍ચ પ્રાથમિ, માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતા અને શાળા બહારના દિવ્‍યાંગ બાળકો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર ચંદ્રશેખર આઝાદ હાઈસ્‍કૂલ રીંગણવાડા, નાની દમણ ખાતે યોજાઈ હતી. જેમાં શિક્ષણ અધિકારી(ડી.એમ.સી.) શ્રી અરવિંદ પટેલ, જિલ્લા પરિયોજના અધિકારી(સમગ્ર શિક્ષા) શ્રીમતી સ્‍મિથા થોમસ, સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી વીરેન્‍દ્ર પટેલ, જિલ્લા આઈ.ઈ. કો-ઓર્ડિનેટર (સમગ્ર શિક્ષા) શ્રી હિરેન પટેલ તથા શિક્ષા વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સરકારી શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો અનેદિવ્‍યાંગ બાળકોના વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ શિબિરમાં અલીમ્‍કો(આર્ટિફિશિયલ લીમ્‍બસ મેન્‍યુફેક્‍ચરીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા-અલીમ્‍કો-મુંબઈ)ના નિષ્‍ણાત ડૉ. મનુરાજ ભારતી અને શ્રી કુષર સિંગ (ટેક્‍નિશિયન), શ્રીમતી રબીના સ્‍વયીન(પી એન્‍ડ ઓ) દ્વારા જુદી જુદી વિકલાંગતા ધરાવતા 81 જેટલા બાળકોની આરોગ્‍યની ચકાસણી કરવામાં આવી હતી તથા તેમને વિકલાંગતાના પ્રમાણ મુજબ જુદી જુદી વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા દમણ દ્વારા જરૂરી સાધન-સહાય આપવામાં આવનાર હોવાનું આયોજકો દ્વારા જણાવ્‍યું હતું.

Related posts

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

જિલ્લા શિક્ષણ અને પ્રશિક્ષણ સંસ્‍થા(ડાયટ) દમણ દ્વારા ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત દમણ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે ‘નિષ્‍ઠા 3.0′ ઉપર યોજાયેલ એક દિવસીય રિફ્રેશર પ્રશિક્ષણ કાર્યક્રમ અને મૂલ્‍યાંકન

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું

vartmanpravah

વાપી નજીક દેગામ પંચાયતનાચૂંટણી વોર્ડ સભ્‍ય ઉમેદવાર અને પૂર્વ સરપંચ પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગૂમ

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment