October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

પોલીસે હત્‍યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામના ગણેશ ફળીયા ખાતે રહેતા હિતેશ અમ્રતભાઈ પટેલ અને કલ્‍પેશ અમ્રતભાઈ પટેલ તેમજ ગામના અન્‍ય યુવકો જેમાં સંકેત ધો.પટેલ, જૈનેશ ધો.પટેલ, મંગુભાઈ નાયકા પટેલ તેમજ વિશાલ વિજયભાઈ ધો.પટેલ સાથે તમામ ચિતાલીના સલીમભાઈ જે લાકડાના વેપારી હોય તેમના કહેવાથી કુકેરી ગામે શાંતાબા હોસ્‍ટેલની બાજુમાં આવેલ આંબાવાડીમાં ટ્રેક્‍ટરમાં લાકડા ભરવાની મજૂરી કામે ગયેલા હતા. દરમ્‍યાન સવારના અગિયારેક વાગ્‍યાના અરસામાં ટ્રેક્‍ટરમાં લાકડા ભરતા હતા. તે દરમ્‍યાન હિતેશ પટેલે વરસાદ પડતો હોય લાકડા ભીના હોય જે બાબતે વિશાલ પટેલને કહેતા અચાનક ઉશ્‍કેરાયેલા વિશાલ પટેલે નાલાયક ગાળો આપતા જે બાબતે કલ્‍પેશ પટેલે ગાળો આપવાની ના પાડતા કુકેરીથી રાનવેરી કલ્લા ઘરેજવા નિકળેલ અને વિશાલ પટેલ જતા જતા જણાવેલ કે આજે તમો ઘરે આવો તમને પતાવી જ દઉં કહીં ત્‍યાંથી નીકળી ગયેલ. બાદ સાંજના સમયે હિતેશ અને કલ્‍પેશ સાથે અન્‍ય લોકો મજૂરી કામ પતાવી સાંજના સાડા પાંચેક વાગ્‍યાના અરસામાં ઘરે આવ્‍યા હતા. તે અરસામાં આ વિશાલ પટેલ અચાનક જ આવી કલ્‍પેશને નાલાયક ગાળો આપી હિતેશને ઢીક્કા મુક્કીનો માર મારી મારથી બચાવવા વચ્‍ચે પડેલ માતા અને પત્‍નીને પણ માર મારી ધક્કો મારી દીધેલ ત્‍યારબાદ દોડીને કલ્‍પેશને માર મારી પાકા ડામર રોડ ઉપર જોરથી પછાડી દઈ મોઢામાં તેમજ માથાના ભાગે ગંભીર મુઢ ઈજા પહોંચાડતા રોડ ઉપર જ ઢળી પડેલ બાદ 108 મારફતે ટાંકલ પીએચસીમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ મરનારના ભાઈ હિતેશ અમ્રતભાઈ ધો.પટેલ (ઉ.વ. 32) (રહે.રાનવેરી કલ્લા, ગણેશ ફળીયા, તા.ચીખલી) એ કરતા પોલીસે હત્‍યાનો ગુનો નોંધી આરોપી વિશાલ વિજયભાઈ પટેલ (રહે.રાનવેરી કલ્લા, ગણેશ ફળીયા, તા.ચીખલી)ની અટક કરી વધુ તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી હતી.
——

Related posts

ડુંગરીમાં બાઈક સ્‍લીપ થઈ વીજપોલ સાથે અથડાતા પરિયાના ચાલકનું મોત

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

થ્રીડીમાં ડોમેસ્‍ટિક વીજધારકોને વીજ વધારાનો પ્રસ્‍તાવ મોકૂફ રાખવા કરાયેલી ધારદાર રજૂઆત

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

વાપી યુ.પી.એલ. બ્રિજ હાઈવે ઉપરથી દારૂના જથ્‍થા સાથે ઓડી કારઝડપાઈ

vartmanpravah

Leave a Comment