December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

પોલીસે હત્‍યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામના ગણેશ ફળીયા ખાતે રહેતા હિતેશ અમ્રતભાઈ પટેલ અને કલ્‍પેશ અમ્રતભાઈ પટેલ તેમજ ગામના અન્‍ય યુવકો જેમાં સંકેત ધો.પટેલ, જૈનેશ ધો.પટેલ, મંગુભાઈ નાયકા પટેલ તેમજ વિશાલ વિજયભાઈ ધો.પટેલ સાથે તમામ ચિતાલીના સલીમભાઈ જે લાકડાના વેપારી હોય તેમના કહેવાથી કુકેરી ગામે શાંતાબા હોસ્‍ટેલની બાજુમાં આવેલ આંબાવાડીમાં ટ્રેક્‍ટરમાં લાકડા ભરવાની મજૂરી કામે ગયેલા હતા. દરમ્‍યાન સવારના અગિયારેક વાગ્‍યાના અરસામાં ટ્રેક્‍ટરમાં લાકડા ભરતા હતા. તે દરમ્‍યાન હિતેશ પટેલે વરસાદ પડતો હોય લાકડા ભીના હોય જે બાબતે વિશાલ પટેલને કહેતા અચાનક ઉશ્‍કેરાયેલા વિશાલ પટેલે નાલાયક ગાળો આપતા જે બાબતે કલ્‍પેશ પટેલે ગાળો આપવાની ના પાડતા કુકેરીથી રાનવેરી કલ્લા ઘરેજવા નિકળેલ અને વિશાલ પટેલ જતા જતા જણાવેલ કે આજે તમો ઘરે આવો તમને પતાવી જ દઉં કહીં ત્‍યાંથી નીકળી ગયેલ. બાદ સાંજના સમયે હિતેશ અને કલ્‍પેશ સાથે અન્‍ય લોકો મજૂરી કામ પતાવી સાંજના સાડા પાંચેક વાગ્‍યાના અરસામાં ઘરે આવ્‍યા હતા. તે અરસામાં આ વિશાલ પટેલ અચાનક જ આવી કલ્‍પેશને નાલાયક ગાળો આપી હિતેશને ઢીક્કા મુક્કીનો માર મારી મારથી બચાવવા વચ્‍ચે પડેલ માતા અને પત્‍નીને પણ માર મારી ધક્કો મારી દીધેલ ત્‍યારબાદ દોડીને કલ્‍પેશને માર મારી પાકા ડામર રોડ ઉપર જોરથી પછાડી દઈ મોઢામાં તેમજ માથાના ભાગે ગંભીર મુઢ ઈજા પહોંચાડતા રોડ ઉપર જ ઢળી પડેલ બાદ 108 મારફતે ટાંકલ પીએચસીમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ મરનારના ભાઈ હિતેશ અમ્રતભાઈ ધો.પટેલ (ઉ.વ. 32) (રહે.રાનવેરી કલ્લા, ગણેશ ફળીયા, તા.ચીખલી) એ કરતા પોલીસે હત્‍યાનો ગુનો નોંધી આરોપી વિશાલ વિજયભાઈ પટેલ (રહે.રાનવેરી કલ્લા, ગણેશ ફળીયા, તા.ચીખલી)ની અટક કરી વધુ તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી હતી.
——

Related posts

વલસાડ તાલુકા કક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને પોલીસ હેડ કવાટર્સમાં યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

Leave a Comment