October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

જિલ્લા બાળ સુરક્ષા એકમની અધૂરી તપાસને લઈ : દુષ્‍કર્મના ખોટા આરોપમાં પિતાએ બે વર્ષ જેલ ભોગવીઃ વાપી કોર્ટે નિર્દોષ જાહેર કર્યાઃ આબરૂ-સન્‍માન પાછું મેળવવા જીદપકડી

કોર્ટ પરિસરમાં સૂઈ જઈને બલરામ વિશ્વંભર ઝા જૂઠ્ઠો કેસ અને સમાજમાં થયેલી બદનામીની પીડા ભોગવી અંગે ભાંગી પડયો હોવાની વેદના ઠાલવી


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: એક પુત્રી દ્વારા જિલ્લા બાળ સુરક્ષા- બાળ કલ્‍યાણ સમિતિ વલસાડ 1098 નંબર ઉપર ફોન કરાયા બાદ ઉપર દુષ્‍કર્મનો આક્ષેપ કર્યો હતો. જેની ફરિયાદ પારડી પો.સ્‍ટે.માં 2020માં થયેલી હતી. જેની સુનાવણી વાપી કોર્ટમાં ચાલી રહી હતી. સોમવારે નામદાર કોર્ટે પિતાને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપતા જ બે વર્ષની જેલની સજા ભોગવી યાતના, પીડા, સમાજની બેઈજ્જતી, નોકરી, પરિવાર છૂટી ગયાની આપવિતી વર્ણવતા નિર્દોષ પિતા કોર્ટ પરિસરમાં સૂઈ ગયા હતા, ગયેલી આબરૂ સન્‍માન પાછુ મેળવવાની જબરજસ્‍ત જીદ પકડી હતી. જિલ્લા બાળ સુરક્ષા વલસાડની અધુરી તપાસનો ભોગ નિર્દોષ પિતા બન્‍યા તેવી હચમચાવી મુકે તેવી ઘટના વાપી કોર્ટ પરિસરમાં સોમવારે સાંજના ઉજાગર થઈ હતી.
સમાજ માટે બોધપાઠ અને નુકચેતી ઘટનાની સિલસિલા બંધ પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશ બનારસ વારાણસીમાં ઉચ્‍ચ અભ્‍યાસ કરી 2003માં વલસાડ જિલ્લામાં પારડીની નામાંકિત હિન્‍દી-સંસ્‍કૃત શાળામાં શિક્ષક તરીકે જોડાયેલ બલરામ વિશ્વંભર ઝા ઉપર ગત તા.8 જુલાઈ 2020ના રોજ તેમની પુત્રીએ 1098 પર કોલકરીને જિલ્લા બાળ સુરક્ષા- બાળ કલ્‍યાણ વિભાગ પર પોતાની સાથે દુષ્‍કર્મ થયું હોવાની જાણ કરી હતી. ત્‍યારે જિલ્લા બાળ કલ્‍યાણ સુરક્ષા સમિતિ સોનલ સોલંકી અને તેમની ટીમે ઘરે આવી તપાસ હાથ ધરી હતી. ખરેખર આરોપની ખરાઈ કર્યા સિવાય પુત્રીની વાત માની પિતા વિરૂધ્‍ધમાં ફરિયાદ નોંધાવી હતી. પુત્રીને તે પછી ધરાસણા મહિલા બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપી હતી.
આ મામલે બલરામ અંત સુધી પોતે નિર્દોષ હોવાનું કહેતો રહેલો પણ સાચી હકીકતો જાણ્‍યા વગર પોલીસે માર મારી નવસારી જેલ હવાલે કરી દીધો હતો. બીજી તરફ કોર્ટમાં કેસ ચાલતો રહેલો બે વર્ષ કેસ ચાલ્‍યો કોઈપણ પુરાવા નહીં મળતા નામદાર કોર્ટે પિતા બલરામને નિર્દોષ જાહેર કર્યા હતા. બલરામ પોલીસ, બાળ કલ્‍યાણના ચેરમેન સોનલ સોલંકી, મંજુબેન તેની વાત કોઈ માનવા તૈયાર જ નહોતું. તદ્‌ઉપરાંત દિકરીને પિતા વિરૂધ્‍ધ ભડકાવવામાં આવી હતી. દિકરી કહ્યામાં નથી તે વાત બલરામ કહેતો રહેલો પણ કોઈ સિધ્‍ધ થયું નહિ. બાળ કલ્‍યાણ વિભાગ પુરતા પુરાવા કે સાક્ષી રજૂ કરવામાં નિષ્‍ફળ રહેતા વાપી કોર્ટે પિતા બલરામ ઝાને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્‍યો હતો. બાળ વિભાગની ચૂક પુરતી તપાસ કર્યા સિવાય કરેલી પોલીસ ફરિયાદ બાદ પિતા જેલમાં અને પુત્રી ધરાસણા બાળ સુરક્ષામાં દિવસોવિતાવ્‍યા હતા. ચુકાદા બાદ પિતા બલરામ ચિત્‍કારતો રહેલો આબરૂ, સન્‍માન અને જેલવાસની પીડા ભોગવી મીડિયા સમક્ષ મારે અનેક ખુલાસા કરવા છે, તેની હટ પકડી તે વાપી કોર્ટ પરિસરમાં રીતસર સુઈ ગયો હતો.

Related posts

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

પારડી નગરમાં રખડતા ઢોરના હુમલાઓને લઈ નગરપાલિકાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી

vartmanpravah

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના ગામોમાં ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત: સુરત-નાસિક-અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળ્‍યા પૂર્વે જ 7/12 ના ઉતારામાં ફેરફાર નોંધા પાડી દેવાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ

vartmanpravah

Leave a Comment