October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે જિલ્લાના 515 એકમોમાં તપાસ હાથ ધરી

ઠંડાપીણાં અને સિગારેટ ઉપર છાપેલી કિંમત કરતા રૂ. 5 થી 10 વધુ વસૂલનાર વિક્રેતા સહિત 23 એકમોને 31 હજારનો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.06: વલસાડ જિલ્લામાં ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વસ્તુની વધુ કિંમત વસૂલતા વેપારી દુકાનદારો સામે વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં કુલ 515 વિવિધ એકમોની તપાસ દરમિયાન 23 એકમોમાં ગેરરીતિ જણાતા રૂ. 31 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વલસાડ તાલુકાના બિનવાડા ગામમાં ટીમ દ્વારા તપાસ કરાતા સુરેશ વક્તારામ ચૌધરી ઠંડાપીણાંની બોટલ ઉપર ઉત્પાદક અથવા પેકર દ્વારા દર્શાવવામાં આવેલી મહત્તમ વેચાણ કિંમત (MRP) કરતા 5 રૂપિયા વધુ ભાવ ગ્રાહકો પાસેથી વસુલાત કરતા પકડાયા હતા. બિનવાડા ગામમાં જ મહાવીર કિરાણા દ્વારા સિગારેટના પેકેટ ઉપર ઉત્પાદક અથવા પેકર દ્વારા દર્શાવેલી મહત્તમ વેચાણ કિંમત કરતા 10 રૂપિયા વધુ ભાવ લેતા રંગેહાથ પકડાયા હતા. જેથી બંને સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં કુલ 515 સ્થળે વજન, કાંટા અને પ્રોડક્ટની કિંમત અંગે તપાસ હાથ ધરાઈ હતી જેમાં બીનવાડા, નવેરા, અટકપારડી, લીલાપોર અને વાપી સહિતના કુલ 23 સ્થળે ગેરરીતિ જણાતા વિવિધ એકમો સામે કાર્યવાહી કરી રૂ. 31 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. વજન કાંટાનું વેરિફિકેશન ન કરાવનારને 500 થી 1000 રૂપિયા સુધી અને પેકેજ કોમોડિટી એટલે કે કિંમતમાં છેકછાક કરનાર અથવા કિંમતની પ્રિન્ટ કાઢી નાખનાર વિક્રેતાને 2000 સુધીનો દંડ કરવામાં આવ્યો હતો.
જૂન 2022 દરમિયાન વિવિધ એકમોનાં ચકાસણી મુદ્રાકન કરી રૂ. 1001404 ની સરકારી ફી અંકે કરાઈ હતી.

Related posts

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ પોસ્‍ટર એન્‍ડ પેઇન્‍ટિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભો જાહેર કરવા માટેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

ધરમપુર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલ ક્ષતિગ્રસ્ત સાયકલો અંગે તપાસ કરવા રજૂઆત

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

vartmanpravah

Leave a Comment