October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

ગુલમહોર, લીમડો, સેવન, કોનોકાર્પસ જેવા 50 થી 60 જેટલા ઝાડો વાવી માલિક મુકેશસિંહ આર. સોલંકીએ તેનું જતન કરી મોટું લીલુંછમ જંગલ પેદા કર્યું હતું પરંતુ કોઈ વિકૃત માનસવાળાની લાગેલી નજર..!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
સમગ્ર દેશ સહિત દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસન અને સ્‍વયંસેવી સંગઠનો દ્વારા પર્યાવરણની જાળવણી માટે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્‍યારે દાનહના ધાપસા બોરીગામ રોડ ઉપર જમીન માલિક દ્વારા વાવેલા 50 થી 60 જેટલા ઝાડોનું નિકંદન કોઈ સ્‍થાપિત હિતો દ્વારા કરાતા નરોલી આઉટ પોસ્‍ટમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધાપસા બોરીગામ રોડ ઉપર સર્વે નં.41 અને 40માં ગુલમહોર, લીમડો, સેવન, કોનોકાર્પસ જેવા 50 થી 60 જેટલા ઝાડો માલિક શ્રી મુકેશસિંહ આર. સોલંકીએ વાવી તેનું જતન કરી મોટું લીલુંછમ જંગલ પેદા કર્યું હતું. એકાદ-બે દિવસ પહેલાં કોઈ સ્‍થાપિત હિતે આ તમામ ઝાડોને મૂળમાંથી ઉખેડી અને વચ્‍ચેથી તોડી નાંખી પોતાની વિકૃત્તિનો પરિચય આપ્‍યો હતો. તેની સામે જમીનના માલિક એવા ફરિયાદી શ્રી મુકેશસિંહ સોલંકીએનરોલી પોલીસ આઉટ પોસ્‍ટમાં ફરિયાદ આપી કસૂરવારો સામે પગલાં ભરવા વિનંતી કરી છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ શકમંદોના નામ ઉપર પણ ઈશારો કર્યો છે ત્‍યારે જે તે દિવસ અને સમય પ્રમાણે લોકેશન ટ્રેસ કરી પોલીસ તંત્રએ આરોપી સામે પગલાં ભરવા જોઈએ જેના કારણે ભવિષ્‍યમાં પર્યાવરણનું નિકંદન કાઢનારાઓને બોધપાઠ મળે.

Related posts

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ટી.બી.ની યોજનાઓ ચકાસવા મિશન દિલ્‍હીની ટીમે લીધી મુલાકાત

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

Leave a Comment