September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ટી.બી.ની યોજનાઓ ચકાસવા મિશન દિલ્‍હીની ટીમે લીધી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટી.બી.(ક્ષય)ની યોજનાઓ અને સફળતા જોવા માટે ત્રણસંયુક્‍ત પર્યવેક્ષણીય પર્યવેક્ષણ મિશન દિલ્‍હીની ટીમે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડો. રઘુરામ રાવ એડીજી સેન્‍ટ્રલ ટીબી ડિવિઝનના નેતૃત્‍વમાં અન્‍ય નવ સભ્‍યો સાથે દાનહ અને દમણની દરેક પીએચસી, સીએચસી અને હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરની મુલાકાત લીધી હતી જે દરમ્‍યાન પ્રદેશના વિવિધ વિસ્‍તારોમાં ફરી ટી.બી.ના દર્દીઓની મુલાકાત લઈ તેઓના અનુભવો એમને મળતી સેવાઓ અંગે ઉપસ્‍થિત પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે ડો.રઘુરામે જણાવ્‍યું કે યુ.ટી. હવે ટી.બી. ખતમ કરવાની તૈયારી પર છે. ગત વર્ષે પણ યુ.ટી.ને આ ઉપલબ્‍ધી માટે પુરસ્‍કાર મળી ચુક્‍યો છે અને આગળ પણ યુટી પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરવા અગ્રેસર રહેશે અને 2025 પહેલાં ટી.બી. મુક્‍ત પ્રદેશ બનાવવાનો પ્રયાસ કરશે. એની સાથે જનજાતીય મામલાના મંત્રાલય મિનિસ્‍ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા પિરામલ સ્‍વાસ્‍થ્‍યના માધ્‍યમથી અશ્વાશન અભિયાન આદિવાસી સમુદાય વચ્‍ચે ક્ષય રોગ શોધવા અને ટી.બી. પ્રત્‍યે જાગૃકતા અભિયાન ચલાવવામાં આવશે અને શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓને શોધી ગાડીના માધ્‍યમથી હોસ્‍પિટલ સુધી પહોંચાડવામાં આવશે. આ આશ્વાશન અભિયાનને યુ.ટી.ના સહાયક આરોગ્‍ય મિશન નિર્દેશક, એનએચએમ શ્રી સુરેશ મીણા અને ડો.રઘુરામ રાવ, એડીજી, સીટીડી ભારત સરકારે લીલી ઝંડી બતાવીઅને અભિયાનના રૂપે શરૂ કરવામાં આવી હતી. આ અવસરે ક્ષય રોગ કાર્યક્રમ અધિકારી ડો. મનોજ સિંહ અને એમની ટીમ અને પિરામલ સ્‍વાસ્‍થ્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ પાલિકાના વિકાસની રફતાર તેજ

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

vartmanpravah

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

vartmanpravah

Leave a Comment