August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

સરીગામ જીઆઈડીસી સહિત સમગ્ર તાલુકામાં કેમેરાથી શુટીંગકરી બ્‍લેકમેઈલ કરનાર ટોળકીનો વધેલો આતંક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ જીઆઈડીસી સહિત ઉમરગામ તાલુકામાં કથિત પત્રકારોની વધેલી બ્‍લેકમેલિંગ પ્રક્રિયાથી એક તરફ પત્રકારોની ગરિમાને ઠેસ પહોંચી રહી છે, જ્‍યારે બીજી તરફ એકમના સંચાલકોમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી વ્‍યાપી જવા પામી છે. ખાસ કરીને સરીગામ જીઆઈડીસીમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરતા કથિત પત્રકારો અડીંગો બનાવીને ગેરકાયદેસર કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. હાથમાં કેમેરા અને મોબાઈલથી વિડીયો શુટીંગ કરી તેમજ અવરજવર કરતા વાહનોને આંતરિક પૂછપરછ કરી ધમકાવતા હોવાનું બહાર આવી રહ્યું છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે કંપનીના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેની સીધી અસર ડેવલોપમેન્‍ટ પર થવાની શકયતા નકારાતી નથી. ઉમરગામ તાલુકાના સક્રિય પત્રકારો રાજકીય આગેવાન તેમજ ઉદ્યોગના સંચાલકો જોડે પરિચયમા છે. આ સિવાયના પરિચયમાં ન હોય એવા વલસાડ કે અન્‍ય સ્‍થળોથી ઈન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં આવી કંપનીના સંચાલકોને ધમકાવવાની પ્રવૃત્તિ કરતા કથિત પત્રકારો ઉપર અંકુશ મુકવો જરૂરી બની જવા પામ્‍યું છે. જેની નોંધ એસઆઈએ સંગઠન દ્વારા લેવામાં આવી છે અને ઉચ્‍ચ સ્‍તરે રજૂઆત કરવામાં આવશેએવી ગતિવિધિ હાથ ધરવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પીએમ-સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કર્યું

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

Leave a Comment