Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

હવે શનિ અને રવિવાર કે રજાના દિવસે દરિયા કિનારે મહેફિલ જમાવનારાઓએ પણ સતર્ક રહેવું પડશેઃ દરિયા કિનારે દારૂ-બિયર વેચનારાઓએ પણ સાવધાન રહેવું પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
દમણના દરિયા કિનારે, જાહેર સ્‍થળોએ, જાહેર રસ્‍તા, પાર્કિંગ પ્‍લેસ, જેટી, વગેરે જગ્‍યા ઉપર દારૂ-બિયર પીવા ઉપર પાબંદી લગાવવામાં આવી છે અને આ આદેશનો ભંગ કરનારા સામે આઈ.પી.સી.ની 188 કલમ અંતર્ગત કામકાજ કરવાનું પણ ફરમાન જિલ્લા કલેક્‍ટર અને ડિસ્‍ટ્રીક્‍ટ મેજીસ્‍ટ્રેટ શ્રીમતી તપસ્‍યા રાઘવે જારી કરી છે.
જિલ્લા મેજીસ્‍ટ્રેટે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 144 અંતર્ગત જારી કરેલ આદેશમાં જણાવાયું છે કે, કેટલાક લોકો દારૂની દુકાનમાંથી દારૂ ખરીદી કાચની બોટલ તોડી જાહેરમાં નાંખવામાં આવે છે અને નશામાં તેઓનું વલણ ઘાતકી, બિહામણું અને ઉપદ્રવી બની જતું હોય છે. જેના કારણે પોતાના પરિવાર સાથે બીચ વિસ્‍તારમાં ફરવા આવેલા પ્રવાસીઓને હેરાગતિનો સામનો કરવો પડતો હોવાની મળેલી વ્‍યાપક ફરિયાદના આધારે દમણના દરિયા કિનારા બીચ સહિત અન્‍ય વિસ્‍તારોમાં દારૂપીવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, શનિ અને રવિવાર તથા અન્‍ય રજાઓમાં દેવકા, જમ્‍પોર, કડૈયા જેવા બીચ ઉપર પોતાના પરિવાર સાથે પાર્ટી બેસનારાઓ સામે પણ હવે પ્રતિબંધ લાગશે અને વિવિધ બીચ અને દરિયા કિનારે દારૂ-બિયર વેચનારાઓએ પણ જિલ્લા કલેક્‍ટરના આદેશનું પાલન કરવું પડશે.

Related posts

છેલ્લા 28 વર્ષથી ફરાર મર્ડરના આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

vartmanpravah

ચણવઈના સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ ખાતે ફિલ્‍ડ ડે અંતર્ગત કપરાડાના ખેડૂતો માટે પ્રત્‍યક્ષ ખેતીનું નિદર્શન યોજાયું

vartmanpravah

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

vartmanpravah

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

Leave a Comment