October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્‍ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી

  • દાનહ જનતા દળ (યુ)ના તમામ જિ.પં.સભ્‍યોએ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત આદિવાસીને રાષ્‍ટ્રપતિ પદની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો માનેલો આભાર

  • આદિવાસી સમુદાયની બહુમતિ ધરાવતા દાનહના સાંસદ કલાબેન ડેલકરને પણ રાષ્‍ટ્રપતિ પદના આદિવાસી ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કરવા પ્રેરિત કરી પોતાનો આદિવાસી ધર્મ બજાવવા સમગ્ર પ્રદેશમાંથી થઈ રહેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે એનડીએ દ્વારા રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારી છે. તેમણે જણાવ્‍યું છે કે, જનતા દળ (યુ) શાસિત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા આદિવાસીઓના ગૌરવને વધારનારા અને નવી ઊંચાઈઓ ઉપર લઈ જનારા નિર્ણયની સરાહના કરે છે અને સમસ્‍ત આદિવાસી સમુદાયમાં ઉત્‍પન્ન થયેલ સ્‍વાભિમાનનો જયઘોષ કરતા હોવાનું જણાવ્‍યું છે.
દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરે પોતાના તમામ સભ્‍યો વતી રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુને શુભકામના પણ પાઠવી છે અને તેમનો વિજય નિヘતિ હોવાનો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી આદિવાસી બહુમતિ જિલ્લો હોવાથી અહીંના પ્રત્‍યેક આદિવાસીઓનું મસ્‍તક પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શ્રીમતી દ્રૌપદી મુર્મુની રાષ્‍ટ્રપતિના પદ માટે કરેલી પસંદગીથી ઊંચું થયું છે. તેથી દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને પણ રાષ્‍ટ્રપતિ પદના આદિવાસી ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કરવા પ્રેરિત કરી પોતાનો આદિવાસી ધર્મ બજાવવા સમગ્ર પ્રદેશમાંથી આહ્‌વાન પણ થઈ રહ્યું છે.

Related posts

સલવાવ ગુરુકુળમાં મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધા યોજાઈ: 175 વાલીઓએ ભાગ લીધો

vartmanpravah

વલસાડ એલ.સી.બી.એ નાસતા ફરતા પાંચ વોન્‍ટેડ આરોપીને ઝડપી જે તે પો.સ્‍ટે.ને સોંપ્‍યા

vartmanpravah

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment