Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણ શાકભાજી માર્કેટમાં ભરાયેલા ઘૂંટણસમાણા પાણીઃ વિક્રેતાઓને પડી રહેલી હાલાકી

શાકભાજી માર્કેટમાં ભરાતા પાણીના નિકાલની કાયમી વ્‍યવસ્‍થા કરવી જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
દમણમાં અનરાધાર વરસેલા વરસાદનાપગલે મોટી દમણ શાકભાજી માર્કેટમાં પાણી પાણી થઈ ગયું હતું. જેના કારણે નીચે બેસીને વેચનારા શાકભાજી વિક્રેતાઓને રોડ ઉપર વેચવાની ફરજ પડી હતી.
મોટી દમણમાં ભવ્‍ય શાકભાજી માર્કેટનું નિર્માણ થઈ રહ્યું છે. હવે ટૂંક સમયમાં જ શાકભાજી માર્કેટ નવા કોમ્‍પલેક્ષમાં શરૂ થવાના એંધાણ છે. પરંતુ આ ચોમાસું હાલમાં હંગામી ધોરણે બાજુમાં બનાવવામાં આવેલ જગ્‍યામાં જ કાઢવું પડે તેવી સ્‍થિતિ છે.
ભારે વરસાદના પગલે મોટી દમણ શાકભાજી માર્કેટમાં ઘૂંટણ સુધીના પાણીના ભરાવાના કારણે ગ્રાહકો પણ અંદર જવાનું ટાળી રહ્યા છે. જેના કારણે કેટલીક દુકાનોને બંધ રાખવા પણ ફરજ પડી હતી. શાકભાજી માર્કેટમાં ભરાતા પાણીનો કોઈ નિકાલ થાય એવી લોકોની લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah

ફિલ્‍મ ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ નિહાળીને બધાની આંખો ભીની થઈ

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવ માં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવીઉજવણી

vartmanpravah

Leave a Comment