October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

60 વર્ષથી વધુના લોકો, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને નિઃશૂલ્કમાં ડોઝ મુકાશે

વલસાડ તા. 8 જુલાઈ

કોવિડ વેક્સિનેશન અંતર્ગત બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 મહિના (39 અઠવાડીયા) થી ઘટાડીને 6 મહિના (26 અઠવાડીયા) કરવામાં આવ્યો છે.

ભારત સરકારશ્રી દ્વારા તા.28 ડિસેમ્બર 2021થી સ્પેશિયલ કેટેગરી માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા બીજા ડોઝના 9 મહિના બાદ પ્રિકોશન ડોઝ લેવાનું સૂચવવામાં આવ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારની રસીકરણ કમીટી દ્વારા બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 મહિના (39 અઠવાડીયા) થી ઘટાડીને 6 મહિના (26 અઠવાડીયા) કરવામાં આવ્યો છે, જે અન્વયે વલસાડ જિલ્લામાં 18–59 વર્ષની વયજૂથમાં પ્રિકોશન ડોઝ પ્રાઈવેટ કોવિડ વેક્સિનેશન સેન્ટર ખાતે બીજા ડોઝના 6 મહિના અથવા 26 અઠવાડીયા બાદ લઈ શકાશે. આ વેક્સિન સરકાર દ્વારા નિયત કરાયેલી કિંમતથી આપવામાં આવશે. જ્યારે 60 વર્ષથી વધુ વય જૂથના લાભાર્થીઓ, હેલ્થ કેર વર્કર તેમજ ફ્રન્ટ લાઇન વર્કરને બીજા ડોઝના 6 મહિના અથવા 26 અઠવાડીયા બાદ પ્રિકોશન ડોઝ ગવર્મેન્ટ કોવિડ વેક્સિનેશન સેન્ટર ખાતે નિઃશુલ્ક આપવામાં આવશે એવુ વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

વલસાડમાં રાત્રે ઘરેથી કાર લઈ હાઈવે ઉપર મિત્રો સાથે ચા પીવા નિકળેલ યુવાનને મોત ભેટી ગયું

vartmanpravah

વાપી મુસ્‍કાન ગ્રુપ દ્વારા ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment