Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી એ.મુથમ્‍માને રિલીવ કરાયા

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ઈશારાને સમજી ગતિશીલ અને પારદર્શક વહીવટ દ્વારા દાનહ અને દમણ-દીવની કાયાપલટના પણ રહેલા એક સારથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સચિવ સહિતની વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળનારા 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માની ભારત સરકારના ગૃહ મંત્રાલયે પુડ્ડુચેરી બદલીનો આદેશ જારી કરતા આજે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા તેમને તેમની જવાબદારીમાંથી મુક્‍ત કરાયા હતા.
ડો. એ.મુથમ્‍માએ પોતાના કાર્યકાળ દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ટીમના સક્રિય અને ઉત્‍સાહી સભ્‍ય બની તેમને સોંપવામાં આવેલ તમામ જવાબદારીઓ ખુબ જ નિષ્‍ઠાપૂર્વક સફળતાથી નિભાવી હતી. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ પ્રદેશની આરોગ્‍ય સેવાને લોકાભિમુખ અને અસરકારક બનાવવા પોતાની તમામ શક્‍તિ કામે લગાવી હતી. દાદરા નગર હવેલી ખાતે નિર્માણ પામી રહેલ નમો મેડિકલ કોલેજના પણ તેઓ પાયાના પથ્‍થર બન્‍યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ઈશારાને સમજી ગતિશીલ અનેપારદર્શક વહીવટ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટના પણ તેઓ એક સારથી રહ્યા છે.

Related posts

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

દાનહમાં 12થી 14વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

Leave a Comment