January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ગુલાબ રોહિત સહિત ડિરેક્‍ટરોની મુંબઈ મરીન ઇંસ્‍ટીટયુટમાં ટ્રેનિંગ

વર્ષ 2022-23 નાં ઑડિટ કમેટીનાં ચેયરમેન બન્‍યા ગુલાબ રોહિત, તમામ ડિરેક્‍ટરોએ કર્યું વૃક્ષારોપણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) મુંબઈ,તા.08
શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇંડિયા લિ.નાં ડિરેક્‍ટર શ્રી ગુલાબ રોહિત સહિત સંસ્‍થાનાં અન્‍ય 4 ડિરેક્‍ટરોને પવઈ સ્‍થિત મરીન ઇંસ્‍ટીટયૂટમાં 6 અને 7 જુલાઈએ ઇંડેક્‍શન ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં ડિરેક્‍ટરોને જલયાનની ઑપરેટિંગથી લઈ શિપિંગથી લગતી તમામ જરૂરી જાણકારી આપવામાં આવી હતી. સાથે શ્રી ગુલાબ રોહિત સહિત દેશનાં બધા 5 ડિરેક્‍ટરોએ અહીં વૃક્ષારોપણ પણ કર્યું હતું. હવે ડિરેક્‍ટર શ્રી ગુલાબ રોહિત સહિત શિપિંગ કૉર્પોરેશનનાં તમામ 5 ડિરેક્‍ટરોને દિલ્‍હીમાં 11 અને 12 જુલાઈએ ટ્રેનિંગ અપાશે. ડિરેક્‍ટર શ્રી ગુલાબ રોહિતને વર્ષ 2021-22 બાદ વર્ષ 2022-23 માટે પણ શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇંડિયા લિ.માં ઑડિટ કમેટીનાં ચેયરમેન તરીકે નિમણૂક કરાયા છે.

Related posts

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ

vartmanpravah

ડીઆઈજી આર.પી.મીણાના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ભારતીય ન્‍યાય સંહિતા સહિતના અમલમાં આવેલા ત્રણ કાયદાઓની સમજ આપવા પોલીસ તંત્રએ પંચાયતો અને કોલેજોમાં યોજેલો જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

vartmanpravah

ચીખલીમાં રાત્રીના સમયે થયેલ યુવાનની હત્‍યામાં ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

Leave a Comment