નોટીસ પાઠવ્યા વગર અનેક મકાનો ઢાળી દેતાં પ્રશાસનની નીતિ સામે લોકોમાં ભારે રોષ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.24 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં રોડ વાઈડનિંગને લઈને અનેક સ્થળો પર બુલડોઝર ફરી રહ્યા છે. લોકોના લાખો રૂપિયાના મકાનો થોડીવારમાં જેસીબી દ્વારા ઢેર કરી દેવામાં આવે છે. આજે દીવના કેવડી એજ્યુકેશન હબની સામેની સાઈડ પર માલિકીની જગ્યાઓ પર બનેલા મકાનોને તોડી પાડવામાં આવ્યા, તેઓનું કહેવું છે કે વગર નોટિસે પ્રશાસનના લોકો અચાનક ડિમોલીશન માટે પહોંચી ગયા હતા.
આજે કેવડી ગામે કરાયેલા ડિમોલીશનમાં અનેક મકાનોને ધ્વંસ્ત કરી ઢગલો કરી દેવાયો હતો, લોકોએ ડિમોલીશન માટે આવેલા પ્રશાસનિક માણસો પાસે થોડા દિવસનો સમય માગ્યો પરંતુ કોઈપણ વાત સાંભળ્યા વગર તાત્કાલિક સામાન કાઢવા જણાવ્યું, અને લોકોએ પાય પાય ભેગી કરીબનાવેલ મકાન તેમની સામે જ પાડી નંખાયા. હાલમાં દિવાળીનો તહેવાર નજીક છે, અને સરકાર દ્વારા વરસોથી રહેતા નાગરિકોને દિવાળી પહેલાં જ ઘર વગરના કરી ઊંડા દુઃખમાં ગરકાવ કરી દીધા છે.