Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના દશ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા છે, જેના કારણે દમણગંગા નદી છલકાઈ હતી. અથાલ બ્રિજ પાસે પાણીનું લેવલ ત્રીસ મીટરથી વધુ થતા રિવર ફ્રન્‍ટ પણ ડુબી ગયો હતો અને સેલવાસ -નરોલી રોડ એક તરફનો બ્રિજ વાહનની અવરજવર માટે બંધ કરવા ફરજ પડી હતી. ગામડાઓમાં પણ કેટલાક નીચાણવાળા પુલ પણ ડુબાણમાં ગયા હતા. સતત ભારે વરસાદના કારણે દૂધની, રુદાના, દપાડા અને સુરંગી ગામે રસ્‍તાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા જેને ખાનવેલ ફાયર વિભાગની ટીમે કટર વડે કાપી દુર કરી રસ્‍તો ખુલ્લો કર્યો હતો. સેલવાસમાં ચોવીસ કલાકમાં 209એમએમ આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે અને સિઝનનો કુલ વરસાદ 1037.2એમએમ 41.48ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 72.85 મીટર છે. ડેમમાં પાણીની આવક 161502 ક્‍યુસેક છે અને ડેમના દશ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા છે. ડેમમાંથી પાણીની જાવક 147422 ક્‍યુસેક છે.સેલવાસ-નરોલી રોડ અથાલ બ્રિજ પાસે પાણીનું લેવલ 30.380 મીટર છે. ભારે વરસાદને કારણે અને દમણગંગા નદીમાં પાણીની આવક વધવાને કારણે પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્‍તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીનઅપ-ડે નિમિત્તે યોજાયેલ સ્‍વચ્‍છતા અભિયાનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ ટીમ સાથે લીધેલો ભાગ

vartmanpravah

વાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક ગેસ પાઈપલાઈનમાં લીકેજ

vartmanpravah

વિદ્વાન ન્‍યાયાધીશનો આદેશ: નાની દમણના ભેંસલોર સંદીપ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ પાસે કારમાં કરવામાં આવેલ હત્‍યાના બંને આરોપીઓને ફરીથી 7 સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

vartmanpravah

Leave a Comment