આ મતદારોએ એક પણ ઉમેદવારોને સ્વિકાર્યા નહી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વલસાડ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અને મતદાનની ગણતરી ગઈકાલે ગુરુવારે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાના મતદારોએ તમામ ભાજપના પાંચેય ઉમેદવારોની ભવ્ય જીત થઈ નવા ઈતિહાસ પણ વર્તમાન ચૂંટણીમાં લખાઈ ચૂક્યા છે. પરંતુ એક વસ્તુ સ્થિતિ અલગ ઉભરી આવી છે. એ એ છે કે જિલ્લામાં મતદાન કરી ચુકેલા મતદારો પૈકી 16112 મતદારોએ એખપણ ઉમેદવારને નહિ સ્વિકારી તેમનો મત નોટાને આપ્યો છે. આ પણ તંદુરસ્ત લોકશાહીની નિશાની જ ગણાવી રહી.
ચૂંટણીપંચ અને ભારતના બંધારણ એ તમામ યુક્ત નાગરિકોને મતદાન કરવાનો ચૂંટણી લડવાના સ્વાયત્ત હક્ક આપ્યા છે તે મુંજબ ચૂંટણીમાં ખાસ અંતિમ બટન નોટાનું હોય છે. આ બટન દબાવો એટલે તમારો મત કોઈ પણ ઉમેદવારમાં નહી પડે, મતદારો નોટા બટન દબાવી તેમની નામરજી-નારાજગી સ્પષ્ટ પ્રગટ કરી શકે છે. લોકશાહીની આ પારદર્શિતા અને તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. વલસાડ જિલ્લામાં પાંચ બેઠકોમાં 16112 મતો નોટામાં પડયા છે તે પૈકી ઉમરગામમાં 2772, કપરાડા 4020, પારડીમાં 2316, વલસાડમાં 2815 અને ધરમપુરમાં સૌથી વધુ 4189 મત ઈ.વી.એમ.માં નોટામાં કેદ થયા હતા.