July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી નામધા હનુમંત રેસીડેન્‍સીમાં જુગાર રમતા છ બિલ્‍ડર-કોન્‍ટ્રાક્‍ટર ઝડપાયા

પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર રેડ કરી રોકડા સહિત 23.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી નામધા ગામે આવેલ હનુમંત રેસીડેન્‍સીમાં આજે બુધવારે બપોરે રેડ પાડતા બિલ્‍ડીંગના એક ફલેટમાં છ બિલ્‍ડર અને કોન્‍ટ્રાક્‍ટરોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા.
વાપી ટાઉન પોલીસને મળેલી બાતમી આધારે આજે બપોરે નામધા સ્‍થિત હનુમંત રેસીડેન્‍સીમાં રેડ પાડીહતી. રેડ કાર્યવાહીમાં ફલેટ નં.403માં બિલ્‍ડર અને કોન્‍ટ્રાક્‍ટરો હાઈપ્રોફાઈલ જુગાર રમતા ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં દર્શક ભરતભાઈ મહેતા, સંતોષ રમેશભાઈ જાદવ અને ચંદુ રાજાભાઈ રાજપૂતનો સમાવેશ થાય છે. પોલીસે દાવમાં રાખેલા રોકડા રૂા.2,70,403 રોકડા અને વાહનો મોબાઈલ મળી કુલ 23.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

હવે અંતરિક્ષમાં નવી ક્ષિતિજનો સૂર્યોદય સંઘપ્રદેશમાં સ્‍કૂલથી સડક સુધી, પ્રશાસનથી પંચાયત, મંદિરથી માર્કેટ દરેક જગ્‍યાએ બસ ચાંદ જ ચાંદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

વાપીમાં ગટર જામની સમસ્યાનો સ્વાગત કાર્યક્રમમાં ત્વરિત નિકાલ થતા ૫૦ ઘરના રહીશોને રાહત

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

Leave a Comment