Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૪: વલસાડમાં ઉપરવાસમાં સતત મૂશળાધાર પડી રહેલા વરસાદને કારણે ઔરંગા નદીમાં આવેલા પૂરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મેળવવા નર્મદા જળ સંપત્તિ, કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો) અને પાણી પૂરવઠાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ તાબડતોડ વલસાડ આવીને જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસા અધિકારીશ્રી મનીષ ગુરવાની સાથે પરામર્શ કરી જિલ્લા વહીવટી તંત્રએ પૂરથી અસરગ્રસ્ત શહેરના નીચાણવાળા વિસ્તારો બરૂડિયાવાડ, કાશ્મીર નગર, તરિયાવાડ, કોસંબા, હનુમાન ભાગડા અને છીપવાડ દાણાબજારની પરિસ્થિતિથી વાકેફ થયા હતા. .
ત્યારબાદ મંત્રીશ્રીએ વલસાડ પારડી સ્થિત રામલલ્લા મંદિર ખાતેના પૂર અસરગ્રસ્તો માટેના આશ્રયસ્થાનની મુલાકાત લઈ રેહવા, જમવા અને પાણીની વ્યવસ્થા વિશે માહિતી મેળવી જરૂરી વ્યવસ્થાઓ કરવા સલાહ સૂચનો આપ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ વાંકી નદીના પૂરથી અસરગ્રસ્ત કોસંબા વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્રની વ્યવસ્થાનો તાગ મેળવી લોકોને મુશ્કેલ સમયમાં સધિયારો આપ્યો હતો. બાદમાં મંત્રીશ્રીએ ઔરંગા નદીના પૂરથી અસરગ્રસ્ત તરિયાવાડ વિસ્તારમાં એનડીઆરએફ સાથે વલસાડ અને ધરમપુરના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને શ્રી અરવિંદભાઈ પટેલ, સંગઠન પ્રમુખ હેમંત કંસારા સાથે બોટમાં બેસી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત લોકોને ભોજનની વ્યવસ્થા બરાબર છે કે નહીં એની માહિતી મેળવી લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. આગામી દિવસ માટે પણ ભારે વરસાદની આગાહીને પગલે પરિસ્થિતિને પહોચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા જણાવ્યું હતું.

Related posts

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

વાપી હાઈવે ઉપર હંગામી કામ ચલાઉ એસ.ટી. ડેપોની તૈયારી પુરજોશમાં

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

Leave a Comment