December 1, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી જે.સી.આઈ. દ્વારા નાઈટ ફિમેલ મેરેથોન દોડ યોજાઈ

ત્રણ કેટેગરીમાં યોજાયેલ મેરેથોન દોડમાં 380 જેટલી મહિલાઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
વાપીની સામાજીક સંસ્‍થા જે.સી.આઈ. દ્વારા આજે સોમવારે ત્રીજી ફિમેલ નાઈટ મેરેથોન દોડનું આયોજનકરવામાં આવ્‍યું હતું. જેમાં વિવિધ ત્રણ કેટેગરીમાં 380 જેટલી મહિલાઓએ ભાગ લઈ મેરેથોન દોડ સફળ બનાવી હતી.
ફિટનેસ અને શારીરિક સ્‍વાસ્‍થ્‍ય માટે ખાસ મહિલાઓ માટે જે.સી.આઈ. દ્વારા નાઈટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 15 થી 22 વર્ષ, 23 થી 35 વર્ષ અને 36 થી 75 વર્ષની ત્રણ કેટેગરીમાં 380 જેટલી મહિલાઓ સ્‍પર્ધામાં જોડાઈ હતી. કોરોના કાળ પછી પ્રથમ વખત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ દોડ ચલા લેક ગાર્ડનથી કેવડી ફળીયા અને પરત ચલા લેક ગાર્ડનમાં સમાપન થઈ હતી. વિજેતા મહિલા સ્‍પર્ધકોને મેડલ, ટ્રોફી અને ગીફટ વાઉચર એનાયત કરવામાં આવ્‍યા હતા. મેરેથોન દોડના સફળ આયોજન માટે જે.સી.આઈ. પ્રમુખ શ્રી અમીત પટેલ, પ્રોજેક્‍ટ ચેરમેન જીજ્ઞાશાબેન પંચાલ અને હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝના ઉદ્યોગપતિ શ્રી સદાશીવ શેટ્ટી જેવા મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

vartmanpravah

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશ રમત અને યુવા વિભાગ દ્વારા સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં ઈન્‍ટર સ્‍કૂલ ‘ટગ ઓફ વોર’ અને ‘લગોરી(ઠીકરીદાવ)’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

vartmanpravah

Leave a Comment