Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

ભૂરકુંડ ફળીયા રિંગરોડ પર ટ્રક ખાડામાં પડતા રોંગ સાઈડ પર પહોંચી ગઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોવીસ કલાકમાં 11 ઈંચથી વધુ સાંબેલાધાર વરસાદ તૂટી પડયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમના દસ દરવાજા ચાર મીટર ખોલવામાં આવ્‍યા છે. ભારે વરસાદ અને નદીઓમાં પાણી વધવાને કારણે નીચાણવાળા પુલો પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે સેલવાસના ભૂરકુંડ ફળીયા નજીક રીંગરોડ પર સવારે એક ટ્રક સામરવરણી તરફ જઈ રહ્યો હતો ત્‍યારે મોટા ખાડામાં ટ્રક પડતા ડિવાઈડર કુદાવી બીજી તરફ પહોંચી ગયો હતો જેના કારણે ટ્રકનું એક ટાયર પણ નીકળી ગયું હતું આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થયેલ નથી, પરંતુ રીંગરોડ પર પડેલ મોટામોટા ખાડાને કારણે વારંવાર આવા અકસ્‍માતો થતા રહે છે. ફલાંડી પટેલપાડા ખાતે ખનકી પર પુલ પરથી પાણીનું વહેણ વહેતા પુલ પર પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે વાહનચાલકોને તકલીફ પડી રહી છે. પીપરીયાના જૂના પુલ પર પણ સાઈડ તુટી ગયેલ છે. સેલવાસમાં 280 એમએમ 11.2 ઇંચ વરસાદ પડયો છે. જ્‍યારે સિઝનનો કુલ વરસાદ 1767 એમએમ 70.68 ઈંચ વરસાદ થયો છે. મધુબન ડેમનુંલેવલ સવારે 71.60 મીટર હતું અને ડેમમાં પાણીની આવક 90982 ક્‍યુસેક હતું. પાણીની જાવક 86531 ક્‍યુસેક અને સાંજે મધુબન ડેમનું લેવલ 72.15 મીટર ડેમમાં પાણીની આવક 116603 ક્‍યુસેક અને પાણીની જાવક 123187 ક્‍યુસેક છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં વધુ પાણીની આવક થવાની સંભવનાને કારણે દમણગંગા નદી કિનારેના ગામના લોકોને સાવધાન રહેવા તાકીદ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દાનહમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીના કારણે શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે.

Related posts

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ મેડિકલ એજ્‍યુકેશન વિભાગ દ્વારા યોજાયો ‘સમર્પણ’ કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ ભરતભાઈ પટેલે સમસ્‍યાના ઉકેલની સાથે પંચાયતના વિકાસનું જાહેર કરેલું વિઝન

vartmanpravah

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

Leave a Comment