Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણસેલવાસ

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17:  દાદરા નગર હવેલી પોલીસ દ્વારા પીપરીયા વિસ્‍તારમાં પીએસઆઈ સોનુ દૂબે અને ટીમ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે મેસેજ આવતા કલ્‍પેશ છોટુભાઈ પટેલની જગ્‍યા પર શેડમા કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, સ્‍થળ પર પહોંચતા ત્‍યાં રોકડ રકમ સાથે જુગાર રમી રહ્યા હતા. જ્‍યાં નરેશ છોટુભાઈ પટેલ (ઉ.વ.46) રહેવાસી ડોકમરડી પ્રભુ ફળીયા, આશિષ જગદીશ પટેલ (ઉ.વ.24), રહેવાસી ડોકમરડી, રાહુલ મહેશ વારલી (ઉ.વ.22), રહેવાસી મોટી તંબાડી, યોગેશ ભીમજી મોકારે (ઉ.વ.37), રહેવાસી પ્રમુખ વાટિકા સેલવાસ, પ્રકાશ ખુશાલ પટેલ (ઉ.વ.43), રહેવાસી સીલી, રાજેશ રામજી પટેલ (ઉ.વ.35), રહેવાસી સિરકેવાડી આમલી, ઉમેશ પ્રકાશ જાધવ (ઉ.વ.29), રહેવાસી કામડી ફળીયા સેલવાસ જેઓ પાસેથી 28770રૂપિયા રોકડ સાથે પ્‍લેઈંગ કાર્ડ સાથે રૂા. 1.51 લાખના મોબાઈલ, એક ફોર વ્‍હિલર જેની કિંમત સાત લાખ રૂપિયા જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કલમ 4, 5, 7 ઓફ ધ બોમ્‍બે પ્રિવેંશન ઓફ ગેમ્‍બલિંગ એક્‍ટ 1887 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીપરીયા આઉટ પોસ્‍ટના હેડ કોન્‍સ્‍ટેબલ એન.એમ.પટેલ કરી રહ્યા છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah

વલસાડ અબ્રામા વિસ્‍તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા

vartmanpravah

Leave a Comment