(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવાર દ્વારા એમના દીકરાના જન્મદિવસ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મોત્સવના કાર્યક્રમની શરૂઆત કેક કાપ્યા વગર સાદાઈથી પારંપરિક રીતરિવાજ મુજબ શ્રી નિમેષકુમારના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કળતિક કળતિ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકોને વાઘચોરે પરિવાર દ્વારા તિથિભોજન કરાવવામાં આવ્યું હતું. આ અવસરે સમાજસેવી શ્રી પ્રશાંતભાઈ વાઘચોરે, શ્રી નિમેષભાઈ, પીઆઈ શ્રી કે.બી.મહાજન, ડો. કિરણ પટેલ, ઉદ્યોગપતિ શ્રી અનિલ દીક્ષિત, દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આંબોલી વિભાગના જિલ્લા પંચાયત સભ્ય શ્રી દીપકભાઈ પટેલ, આઈઆરબીએન શ્રી લક્ષમણભાઈ વરઠા, સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી સંજયભાઈ સહિત વાઘચોરે પરિવારના સભ્યો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.