October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: ઈતિહાસમાં પહેલી વાર દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ શ્રી ગુલાબ રોહિતે કરી ઉજવણી કરી તેને વધાવી હતી.
દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે સૌપ્રથમ વાર અનુસૂચિત જાતિનાં મહિલાની નિમણૂક કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચાનાં ઉપાધ્‍યક્ષ શ્રી ગુલાબ રોહિતે નિર્ણયને વધાવ્‍યો છે અને શ્રીમતી હેમલતાબેન સોલંકીની વરણી કરવા બાબતે શ્રી નિલેશભાઈ, શ્રી નિમેશ રાઠોડ, શ્રીમતી નમિતા માર્ગે, શ્રી રજનીકાંત દમણિયા સહિતનાં કાર્યકરો સાથે નરોલી રોહિત ફળિયા, માહ્યાવંશીફળિયા, કુંભારવાડી માહ્યાવંશી ફળિયામાં ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. આ પ્રસંગે શ્રી ગુલાબ રોહિતે જણાવ્‍યું હતું કે, શ્રીમતી હેમલતાબેન સોલંકી દીવ નગરપાલિકા જ નહીં આખા દમણ-દાનહનાં પણ નગરપાલિકા પ્રથમ અનુસૂચિત જાતિનાં મહિલા પ્રમુખ બનવાનું બહુમાન ધરાવે છે. તેથી અમે લોકો ગૌરવ અનુભવી શ્રીમતી હેમલતાબેન સોલંકીને અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર તથા ભાજપના પદાધિકારીઓ તથા તમામ કાર્યકરો અને સભ્‍યોનો હાર્દિક આભાર વ્‍યક્‍ત કરીએ છીએ.

Related posts

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

સેલવાસ મુલાકાતને વધાવવા દાનહની તિઘરા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ રંગોળી દ્વારા પ્રધાનમંત્રીની તસવીરનો આપેલો આકાર

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચિંગ કરતા બે આરોપી ઝડપાયા

vartmanpravah

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

Leave a Comment