October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

  • વાહ..! અદ્‌ભૂત..! વર્લ્‍ડ ક્‍લાસની કોલેજ અને કેમ્‍પસ દાદરા નગર હવેલીના સાયલીમાં પણ સંભવ
  • સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં ફર્નિચરથી માંડી દરેક ચીજવસ્‍તુઓની ક્‍વોલીટીનું સ્‍તર શ્રેષ્‍ઠઃ પર્યાવરણ અને વિદ્યાર્થીઓને ઉપયોગમાં લેવાનારી તમામ સામગ્રી વર્લ્‍ડ ક્‍લાસની
  • દાનહ જેવા ટચૂકડા અને આદિવાસી વિસ્‍તારને મેડિકલ કોલેજની ભેટ આપનાર સ્‍વપ્નદૃષ્‍ટા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે અહોભાવ જગાવતા કોઈ રોકી નહીં શકે અને આ કોલેજ તથા કેમ્‍પસને મૂર્તિમંત કરવા પોતાનો અથાક પરિશ્રમ રેડનારા કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે..
  • દાનહ અને દમણ-દીવના તમામ લોક પ્રતિનિધિઓ, તમામ રાજકીય પક્ષો, ડોક્‍ટરો, ટેક્‍નોક્રેટો, શિક્ષણશાષાીઓ તથા વિવિધ સમાજના આગેવાનોએ એક વખત તો આ કોલેજ કેમ્‍પસની મુલાકાત લઈ સેલ્‍ફી પાડી પોતાના પરિચિતોને પણ મોકલવી જોઈએ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે શૈક્ષણિક ક્ષેત્રે મારેલી ઊંચી છલાંગને જોવી હોય તો સેલવાસના સાયલી ખાતે નવનિર્મિત નમો મેડિકલ એજ્‍યુકેશનઅને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટના કેમ્‍પસમાં એક લટાર મારવી જરૂરી છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણ ક્ષેત્રે આંગણવાડીથી લઈ ઉચ્‍ચ શિક્ષણ સુધીના લગભગ તમામ ભવન અને કેમ્‍પસની કાયાપલટ થઈ ચુકી છે. 
તમે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે સાયલીમાં આવેલ નવનિર્મિત નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટના કેમ્‍પસમાં પ્રવેશશો તો ભૂલી જશો કે, દાદરા નગર હવેલીના સાયલીમાં છો. કારણ કે, કોલેજ બિલ્‍ડીંગ, હોસ્‍ટેલ, લાઈબ્રેરી, મ્‍યુઝિયમ, લેક્‍ચર થિએટર, એક્‍ઝામિનેશન હોલ, ક્‍લબ હાઉસ તથા કેમ્‍પસના ઉદ્યાન, લેન્‍ડસ્‍કેપિંગનો નઝારો જોતાં જ દિગ્‍મૂઢ થઈ જવાય છે અને દિલથી બોલાય છે વાહ..! વર્લ્‍ડ ક્‍લાસની કોલેજ અને કેમ્‍પસ દાદરા નગર હવેલીના સાયલીમાં પણ સંભવ બની શકે છે..! અને દાદરા નગર હવેલી જેવા ટચૂકડા અને આદિવાસી વિસ્‍તારને મેડિકલ કોલેજની ભેટ આપનાર સ્‍વપ્નદૃષ્‍ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે અહોભાવ જગાવતા કોઈ રોકી નહીં શકે અને આ કોલેજ તથા કેમ્‍પસને મૂર્તિમંત કરવા પોતાનો અથાક પરિશ્રમ રેડનારા કર્મયોગી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માનતાં પણ કોઈ રોકી નહીં શકે. 
સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં ફર્નિચરથી માંડી દરેક ચીજવસ્‍તુઓની ક્‍વોલીટી શ્રેષ્‍ઠ સ્‍તરની છે. કોલેજનું પર્યાવરણઅને વિદ્યાર્થીઓને ઉપયોગમાં લેવાનારી તમામ સામગ્રી વર્લ્‍ડ ક્‍લાસની છે. 
સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો સહિત આજુબાજુ વિસ્‍તારને ઉત્‍કૃષ્‍ટ આરોગ્‍ય સેવા પણ ઉપલબ્‍ધ થઈ રહી છે. આ ઈન્‍સ્‍ટિટયૂટમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશનનો અભ્‍યાસક્રમ શરૂ થયા બાદ વિવિધ રોગોના સુપર સ્‍પેશિયાલીટી ડોક્‍ટરોની પણ સેવા મળતી થશે. જેના કારણે હવે પ્રદેશના લોકોને આરોગ્‍ય સેવા માટે બહાર જવાની જરૂરિયાત લગભગ નહીંવત જેવી રહેશે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ લોક પ્રતિનિધિઓ, તમામ રાજકીય પક્ષોના હોદ્દેદારો, ડોક્‍ટરો, ટેક્‍નોક્રેટો, શિક્ષણશાષાીઓ તથા વિવિધ સમાજના આગેવાનોએ એક વખત દાદરા નગર હવેલીના સાયલી ખાતે આવેલ નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટની મુલાકાત લેવી જોઈએ અને કેમ્‍પસમાં સેલ્‍ફી પાડી પોતાના પરિચિતોને પણ મોકલવી જોઈએ. કારણ કે, આ બદલાયેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પ્રતિબિંબ છે.

Related posts

દાનહઃ સામરવરણી રીંગરોડ ઓવરબ્રિજ નજીક સામેથી આવતા ટેન્‍કરે ટ્રકને ટક્કર મારતાં ટ્રક પલ્‍ટી જતાં ચાલકનું મોત

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

ગરીબ આદિવાસી વિધવા મહિલાને ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરતું પારડી જીવદયા ગ્રુપ

vartmanpravah

કલીયારીની ગ્રા.પં. ભવન બાંધકામમાં એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડતા મા×મ પંચાયતની નોટિસ: એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડી દેવાતા ગ્રામજનોમાં ભારો આક્રોશ

vartmanpravah

દાનહના અથાલમાં નિર્માણાધીન બિલ્‍ડિંગમાં કામ કરતા સમયે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

Leave a Comment