December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ,તા.19: દીવના એસ.પી. શ્રી અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ પોલીસને ટીમે રૂા.18,225ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ જેમાં કિંગ ફિશર બીયર (500 એમએલ)ના 48 નંગ ટીન, જોહ્‌ન માર્ટિન વ્‍હિસ્‍કી (180 એમએલ)ના 96 નંગ., 142 નંગ સ્‍પેશિયલ વ્‍હિસ્‍કી (180 એમએલ), 43 નંગ હેવર્ડ્‍સ બીયર (500 એમએલ) અને 35 નંગ રોયલ સ્‍પેશિયલ વ્‍હિસ્‍કી (180 એમએલ) આઈએમએફએલ તથા એક મીની ફિશિંગ ફાઇબર બોટ જેની કિંમત રૂા. 20,000/- સાથે 03 વ્‍યક્‍તિઓને પકડી પાડયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આજે તા.19મી જુલાઈનારોજ આશરે 00:30 કલાકે, દીવથી ગુજરાત તરફ દારૂની દાણચોરી અંગે દીવ પોલીસને એક બાતમી મળી હતી. જેના ઈનપુટની તાત્‍કાલિક ચકાસણી કરવામાં આવી હતી અને સંપૂર્ણ તપાસ બાદ પોલીસ અધિક્ષકશ્રી અનુજ કુમાર દ્વારા દરોડાને અંજામ આપવા માટે એક ટીમની રચના કરવામાં આવી હતી.

મળેલી બાતમી મુજબ વણાંકબારા જેટી, દીવ નજીક પોલીસની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્‍યો હતો જ્‍યાં 03 વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની કસ્‍ટડીમાંથી આશરે કિંમતની આઈએમએફએલ રૂા. 18,225/ (માન્‍ય પરમિટ વિના) અને મિની ફાઇબર ફિશિંગ બોટ (એન્‍જિન વિના) આશરે કિંમત. રૂા. 20,000/ વસૂલ કરવામાં આવ્‍યા હતા. જરૂરી પંચનામા પછી 03 વ્‍યક્‍તિને પકડાયેલ મુદ્દામાલ સાથે વધુ તપાસ માટે આબકારી વિભાગ, દીવને સોંપવામાં આવ્‍યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં (1) ભાલીયા અશ્વિન કડુ, (ઉમર. 25 વર્ષ) વ્‍યવસાયઃ માછીમારો, રહે. ભાલીયા શેરી, ગામ. ચીખલી, તા. કોડીનાર (2) કામળીયા વિજય ભાણાભાઈ (ઉમર. 22 વર્ષ) વ્‍યવસાયઃ માછીમાર, રહે. ભભણીયા શેરી, ગામ. ચીખલી, તા. કોડીનાર (3) વંશ મનુ ભાણાભાઈ (ઉંમર 36 વર્ષ) વ્‍યવસાયઃ માછીમાર, રહે. ચકલા, ગામ. ચીખલી, તા. કોડીનાર, જિ. ગીર સોમનાથ, ગુજરાત.

ઉપરોક્‍ત પકડાયેલા વ્‍યક્‍તિઓ પાસેથી (1) 48નંગ ટીન કિંગફિશર બીયર (500 એમએલ), 96 નંગ જોન માર્ટિન વ્‍હિસ્‍કી (180 એમએલ), 142 નંગ સ્‍પેશિયલ વ્‍હિસ્‍કી (180 એમએલ), 43 નંગ હેવર્ડ્‍સ બીયર (500 એમએલ) અને 35 નંગ રોયલ સ્‍પેશિયલ વ્‍હિસ્‍કી (180 એમએલ) આઈએમએફએલ જેની કિંમત રૂ. 18,225/. તથા (2) મિની ફાઇબર ફિશિંગ બોટ (એન્‍જિન વિના) આશરે કિંમત. રૂ. 20000/- મળી આવેલ છે.

આગળની કાયદેસરની તમામ કાર્યવાહી આબકારી વિભાગ, દીવને સોંપવામાં આવી છે.

Related posts

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

વાપીમાં ત્રણ સંતાનોના નરાધમ પિતાએ 13 વર્ષની બાળકીને ગર્ભવતી બનાવી : ચોમેર ફિટકાર વરસ્‍યા

vartmanpravah

વાપીમાં મહિલા જીઆરડીએ કોન્‍સ્‍ટેબલ ઉપર બળાત્‍કારનો આરોપ મુકતા ચકચાર

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સની બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પરિયા પંચાયત ઓફિસને ફર્નિચર માટે એક લાખ ગ્રાન્‍ટની ફાળવણી

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

Leave a Comment