July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

ખરડપાડા પંચાયત દ્વારા ખખડધજ રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખરડપાડા પંચાયતના મુખ્‍ય રસ્‍તા ઉપર મોટામોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે નાના મોટા દરેક વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો હતો. આ રસ્‍તાની સમસ્‍યા અંગે પંચાયત દ્વારા પ્રશાસનને પણ રજૂઆત કરવામાં આવી હતી. પંચાયતના સરપંચ શ્રી દામુભાઈ બડઘાએ સભ્‍યો સાથે મિટિંગ કર્યા બાદ સ્‍થાનિક સી.એમ.સી. માર્બલ કંપનીના એડમિન સાથે ચર્ચા કર્યા બાદ રસ્‍તાની મરામ્‍મત કરવા માટે મટેરીયલ આપતા પંચાયત બોડી અને સીએમસી કંપનીના એડમીન શ્રી બિરેન્‍દ્ર કુમાર પ્રસાદના સહયોગ દ્વારા અથાલ ચોકડીથી લઈ લુહારી ફાટક સુધીનો જે જર્જરિત રસ્‍તો હતો. એમાં પડેલ ખાડાઓને જેસીબી અને રોલર દ્વારા મટેરીયલનાખી રસ્‍તાની મરામ્‍મત કરવામાં આવી છે. આ જે કામચલાઉ રસ્‍તાના મરામ્‍મતના કારણે કારખાનાઓમાં આવન-જાવન કરતા મોટા મોટા વાહનો તેમજ ગામમાં આવતા-જતા વાહનોને આંશિક રાહત થઈ છે. ગામના સરપંચ શ્રી દામુભાઈએ જણાવ્‍યું હતું કે ગામની અન્‍ય કંપનીઓ દ્વારા પણ જો આવો સહયોગ મળી રહે તો ગામમાં અને પ્રદેશના વિકાસના ઘણાં કામો કરી શકાય એમ છે.

Related posts

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના તત્‍કાલિન કલેકટર આર.આર.રાવલે રૂ.40 લાખનો ચેક જિલ્લાના વિકાસ માટે અર્પણ કર્યો

vartmanpravah

દીવ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલ શિક્ષકનું નાગવા ખાતે હાર્ટ અટેકથી મોત

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્‍કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્‍યું વધુ ઉત્‍પાદન

vartmanpravah

Leave a Comment