September 10, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

દેશના રાષ્‍ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુના વિજયની ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ કરેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24
દેશના રાષ્‍ટ્રપતિ તરીકે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુનો ભવ્‍ય વિજય થતા દેશના ઈતિહાસમાં આદિવાસી મહિલાને પ્રથમ વખત સ્‍થાન મળ્‍યું છે. જેની ઉજવણી સમગ્ર રાષ્‍ટ્ર અને ખાસ કરીને આદિવાસી વિસ્‍તારોમાં ઉત્‍સાહભેર કરવામાં આવી રહી છે. ઉમરગામ તાલુકામાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર અને ભાજપાના આદિજાતિ મોરચા પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી પ્રવીણભાઈ પટેલના અધ્‍યક્ષતા હેઠળ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વિજયના વધામણા કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરઈ ફાટક ચાર રસ્‍તાથી ધોડીપાડા સાંસ્‍કળતિક હોલ સુધીનીભવ્‍ય રેલી અને ત્‍યારબાદ ધોડીપાડા સભાખંડમાં સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્‍યામાં આદિવાસીઓની હાજરી જોવા મળી હતી તેમજ ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ખુશી વ્‍યક્‍ત કરવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા આદિવાસીઓએ વાજિંત્રો વગાડી ઉત્‍સાહ ભર્યું વાતાવરણ બનાવી દીધું હતું તેમજ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર ઉપરાંત તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયત સભ્‍યો શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દીપકભાઈ મિષાી, શ્રી ભરતભાઈ જાદવ, શ્રી જીગ્નેશભાઈ મરોલીકર, આ ઉપરાંત તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઈ સોનપાલ, શ્રી મણીભાઈ પટેલ, સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ, ઉમરગામ પાલિકા સભ્‍ય શ્રી અંકુશભાઈ કામળી, શ્રી ગણેશભાઈ બારી, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, કારોબારી અધ્‍યક્ષ શ્રી ચિંતનભાઈ પટેલ, સરપંચ સંઘના પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ નાયક વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્‍યાપક ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment