Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી

ટ્રસ્‍ટના ચેરમેન કિર્તિ રાય અને પ્રતિક રાયે ‘અમે ભણાવીશું’ ના અભિગમ હેઠળ150થી ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં અપાવેલું એડમિશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક),
સરીગામ, તા.24
સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ‘અમે ભણાવીશું’ના અભિગમ હેઠળ શિક્ષણલક્ષી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્‍કૂલ કિટનું વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ સ્‍કૂલ કિટ મેળવનારા ઘણા બાળકો વાલીઓની નબળી આર્થિક પરિસ્‍થિતિને કારણે શાળાના અભ્‍યાસથી વંચિત રહેતા હોવાનું સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ચેરમેન અને સંચાલક શ્રી પ્રતિકભાઈ બસનારાયણ રાય અને શ્રી કિર્તીભાઈ બસનારાયણ રાયને જાણવા મળ્‍યું હતું. જેથી જેમના વાલીઓની આર્થિક પરિસ્‍થિતિ નબળી હોવાના કારણે બાળકોને શાળામાં મોકલી શકતા નથી એમની સર્વેની કામગીરી કરાવી હતી જેમાં બીજા પ્રાંતથી આવીને નોકરી અર્થે સરીગામ ખાતે સ્‍થાયી થયેલા છે એવા વાલીઓના 150થી વધુ બાળકો ધ્‍યાન ઉપર આવ્‍યા હતા. આ તમામ બાળકોને શિક્ષણ આપવાના નેક ઉદ્દેશથી ગણેશ નગરમાં કાર્યરત હિન્‍દી માધ્‍યમની સ્‍કૂલમાં એડમિશન કરાવ્‍યું હતું અને જે પણ વાલીઓ આર્થિક પરિસ્‍થિતિ નબળી હોવાના કારણે શાળાની ફીસ ના ભરી શકે એવી તમામ ફીસ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ભરવામાં આવી હતી અને ભવિષ્‍યમાં પણ આ બાળકો પાછળશૈક્ષણિક સંપૂર્ણ ખર્ચ કરવાની તૈયારી બતાવી હતી. ટ્રસ્‍ટના ચેરમેન અને સંચાલક શ્રી પ્રતિકભાઈ રાય અને શ્રી કિર્તીભાઈ રાયની શિક્ષણ લક્ષી નેત્રદીપક કામગીરીની સરીગામ વાસીઓમાં હકારાત્‍મક નોંધ લેવામાં આવી રહી છે.

Related posts

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્‍થો મળી આવ્‍યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્‍યું

vartmanpravah

ચીખલીમાં ડાંગ – વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે તેમના મતવિસ્‍તારના કાર્યકરો સાથે બેઠક યોજી રજૂઆતો સાંભળી

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

વાપીથી નાનાપોંઢા, ધરમપુર, ખાનપુર નેશનલ હાઈવે પર તંત્રએ લાખો રૂપિયાના ખર્ચે થિંગડા માર્યા પરંતુ આજે પણ ખાડાઓનું સામ્રાજ્‍ય યથાવત્‌

vartmanpravah

Leave a Comment