October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24
સીબીએસઈ બોર્ડ, દિલ્‍હી દ્વારા એપ્રિલ-મે 2022નું ધોરણ-10 તથા 12 સાયન્‍સ અને સામાન્‍ય પ્રવાહનું તારીખ 22-07-2022ને શુક્રવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું પરિણામ 100% આવ્‍યું છે.
જેમાં ધોરણ 10મા પ્રથમ ક્રમે સાંઈ શુભમ સંજય બિસ્‍વાલ 95.2% ,ધોરણ 12 સાયન્‍સમાં પ્રથમ જાગ્રેશ નિતિન ઠક્કર 97.4% અને ધોરણ-12 સામાન્‍ય પ્રવાહમાં પ્રથમ હર્ષ કિશોર ટાચક 95.4% આવ્‍યા છે. સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીને શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, સમગ્ર ટ્રસ્‍ટી મંડળ, એડમિન ડાયરેકટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, એકેડેમીક ડાયરેક્‍ટર ડો. શૈલેશભાઈ લુહાર, શાળાના આચાર્યા શ્રીમતી મિનલબેન દેસાઈ તથા સમગ્ર શિક્ષકગણે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

vartmanpravah

સુરત જિલ્લાના કર્મવીર કેપ્‍ટન (ડૉ.) એ.ડી.માણેકે સર્જ્‍યો વિશ્વ વિક્રમ ‘‘વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ” લંડન-યુ.કે.માં કેપ્‍ટન ડૉ. એ.ડી.માણેક દ્વારા સ્‍થપાયેલ ધ સ્‍કાયલાઈન એવીએશન ક્‍લબને મળેલું સ્‍થાન

vartmanpravah

Leave a Comment