Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24
વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલનું સી.બી.એસ.ઈ.ના જાહેર થયેલ પરિણામોમાં શાળામાંથી ધો. 10ના 1પ3 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં અનુક્રમે પારસ ઓમપ્રકાશ કશ્‍યપ (9પ%), અનુ બજીર ચૌધરી (94.4%) અને જતીન અગરવાલ (92.2%) સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતિય રહ્યા હતા. જ્‍યારે ધો. 12ના 123 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે શ્રેયા ઘિયાડ (9પ.80%), દ્વિતીય ક્રમે મનિષ બિદ્યુત સામંતા (9પ.40%) અને કુલદિપ યાદવ (93.80) તૃતિય ક્રમે રહ્યા હતા. એ જ રીતે માનવ વિદ્યા શાખામાં પ્રથમ ક્રમે આશિર્વાદ પાંડે (96%) સાથે પ્રથમ, દ્વિતીય ક્રમે સૌરવ શર્મા (93.40%) અને તૃતિય ક્રમે રંજીતભાઈ શેથી (87.20%) સાથે તૃતિય ક્રમે રહ્યા હતા. જ્‍યારે રસાયણશાષામાં શ્રેયા ઘિયાડે 100માંથી 100 ગુણ અને મનિષ સામંતાએ ઈન્‍ફોર્મેટિક પ્રેક્‍ટિસ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલસિદ્ધિ માટે શાળાના ટ્રસ્‍ટીઓ, પ્રિન્‍સીપાલ શ્રીમતી બિની પૌલ અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

vartmanpravah

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

vartmanpravah

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

સેલવાસમાં કેટલીક ઈલેક્‍ટ્રોનિક દુકાનોમાંથી સામાનની ખરીદીના દુકાનમાલિકોને ચેક આપીકરાયેલી છેતરપિંડી

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ

vartmanpravah

Leave a Comment