(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: ભાજપા મોવડી મંડળે નિર્ધારિત કરેલી માર્ગદર્શિકા મુજબ આજરોજ ઉમરગામ તાલુકાના સંગઠનમાં તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી માટેની સેન્સ પ્રક્રિયા ધોડીપાડા ખાતે હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહેલા શ્રી રાજેશભાઈ દેસાઈએ ઉમેદવારો તરફથી રજૂ કરેલા ઉમેદવારી પત્રકો અને ઉમેદવારોના બાયોડેટા ચકાસી વર્ગીકરણની કામગીરી નિર્વિવાદ રીતે પૂર્ણ કરી હતી. ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખના હોદ્દા માટે 13 ફોર્મ અને ઉમરગામ શહેર પ્રમુખના હોદ્દા માટે 8 ફોર્મ રજૂ થવા પામ્યા હતા. પરંતુ મોવડી મંડળે નક્કી કરેલા ક્રાઇટ એરિયા મુજબ કેટલાક ઉમેદવારોના ફોર્મ અમાન્ય થવા પામ્યા હતા. અંતે ઉમરગામ તાલુકા સંગઠનના પ્રમુખના દાવેદાર માટે શ્રી અંકુરભાઈ પટેલ, ડોક્ટર નિરવ શાહ, શ્રી શૈલેષ ભાઈ નાનુભાઈ ધોડી, શ્રી ધવલભાઈ ભાનુશાલી અને શ્રીમતી મયુરીબેન બારીયા આમ પાંચ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા એવી જ રીતે ઉમરગામ શહેર માટે આઠ ફોર્મ રજૂ થવા પામ્યા હતા. જેમાં શ્રી મયંકભાઈ પ્રેસવાલા, શ્રીમતિ જશુમતીબેન દાંડેકર, શ્રી દિગેશભાઈ દુબળા, શ્રીભાવિનભાઈ હળપતિ અને શ્રી હિતેશભાઈ યાદવ એમ પાંચ ફોર્મ માન્ય રાખવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. હવે નજીકના ભવિષ્યમાં માન્ય રાખવામાં આવેલા ઉમેદવરી ફોર્મમાંથી પ્રમુખોની પસંદગી કરવામાં આવશે.