Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26: એન્‍જિનિયરીંગના ઉચ્‍ચ અભ્‍યાસ માટે લેવાતી પરીક્ષા નેશનલ ટેસ્‍ટીંગ એજન્‍સી દ્વારા તા.25મી જુલાઈના રોજ JEE- મેઈનની પરીક્ષા દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, વરકુંડ ખાતે 2 પાળીમાં લેવામાં આવી હતી. જેમાં પરીક્ષાર્થીઓ પાસે ઘ્‍ગ્‍વ્‍ (કોમ્‍પ્‍યુટર આધારિત કસોટી)પદ્ધતિમાં પેપર લખાવવામાં આવ્‍યા હતા. પરીક્ષામાં 300 ગુણાંકના પેપરમાં કુલ 90 પ્રશ્નો પૂછાયા હતા. જેમાં ત્રણેય વિષયોના 30-30 પ્રશ્નો હતા. ખોટા જવાબ માટે 1 ગુણ નકારાત્‍મક(નેગેટિવ) રહેશે. જ્‍યારે બીજા સત્રની પરીક્ષા તા.25 થી 30 જુલાઈ સુધી ચાશે. આ સત્રમાં દમણમાંથી કુલ 433 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. દમણમાં આ સત્રની પરીક્ષા 25 થી 29 જુલાઈ, 2022 સુધી યોજાશે.

Related posts

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ બેઠયું : ઠેર ઠેર કમોસમી વરસાદ : એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય

vartmanpravah

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્‍યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં

vartmanpravah

Leave a Comment